– વકીલોની ગેરહાજરીમાં લોરેન્સ બિશ્નોઈને સવારે 4:00 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો
– પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈને માનસિક અને શારીરિક ત્રાસ આપવાની તૈયારી કરી રહી છે
નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર : પંજાબી સિંગર સિંદ્ધુ મુસેવાલાની હત્યામાં 2 ગેંગસ્ટરનું નામ સામે આવ્યા હતા.કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડે આ હત્યાની જવાબદારી લીધી હતી.તો બીજી તરફ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર પ્લાનિંગ કરવાનો આરોપ હતો.જેલમાં બંધ બિશ્નોઈને કસ્ટડીમાં લઈને પંજાબ પોલીસ તેની પુછપરછ કરી રહી છે.આ વચ્ચે બિશ્નોઈના વકીલે એક વીડિયો જાહેર કર્યો છે.
-બિશ્નોઈના વકીલે લગાવ્યા મોટા આરોપ
લોરેન્સ બિશ્નોઈના વકીલે વિશાલ ચોપડાએ પંજાબ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.વિશાલ ચોપરાએ એક વીડિયો જાહેરને કહ્યું છે કે, વકીલોની ગેરહાજરીમાં લોરેન્સ બિશ્નોઈને સવારે 4:00 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતો.ત્યારથી ઈરાદો સ્પષ્ટ હતો કે, પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈને માનસિક અને શારીરિક ત્રાસ આપવાની તૈયારી કરી રહી છે.તેમણે આરોપ લગાવ્યો છે કે, કસ્ટડી દરમિયાન લોરેન્સ બિશ્નોઈને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી રહ્યો છે.સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, પંજાબ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે લોરેન્સને કોઈપણ પ્રકારનો ત્રાસ અને યાતના નહીં આપવામાં આવશે.
વિશાલ ચોપરાએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈની જાન પર જોખમ છે. બિશ્નોઈને મળવાની પરમિશન પણ આપવામાં આવતી નથી.નોંધનીય છે કે, સિદ્ધુ મુસેવાલા હત્યા મામલે બિશ્નોઈને માસ્ટરમાઈન માનવામાં આવે છે.આ કારણોસર પંજાબ પોલીસ કસ્ટડીમાં લઈને પુછપરછ કરી રહી છે.