મુંબઇ, તા.૧૬: આજકાલ પ્રેગ્નન્સી દરમિયાન કપલ ફોટોશૂટ કરાવે છે,પણ તમે કયારે એક પ્રેગ્નન્ટ ડોગીના ખોળો ભરવાની વાત સાંભળી છે.હાલ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્ટ ડોગીના ખોળો ભરવાની ચર્ચા ફેલાઈ છે.અહમદનગર,મહારાષ્ટ્રના એક કપલે પોતાના પાળતું ડોગી માટે સિંમતનું આયોજન કર્યું છે.આ ડોગીનું નામ ‘લ્યુસી’ છે. યુ-ટ્યુબ પર શૈલા ટીકે આ દંપતી વિશેની જાણકારી આપી છે.આ કપલે પોતાના પાળતું ડોગીને દીકરીનું સ્થાન આપ્યું છે.સાથે આ કપલે જણાવ્યું છે કે અમારી દીકરી બહુ જ જલદી માતા બનવાની છે.
તેમ જ આ દંપતીએ ડાઙ્ખગીના ખોળો ભરવાની વિધિ માટે સંબંધીઓને પણ આમંત્રણ આપ્યું હતું.આ ખાસ પ્રસંગ માટે તેમણે દ્યણી મહેનત કરી છે.લ્યુસી માટે તેમણે ફૂલોથી પારણું શણગાર્યું છે.લ્યુસીએ મહારાષ્ટ્રનો પારંપરિક ડ્રેસ પહેર્યો છે.ફૂલોથી ડેકોરેટ થયેલા પારણાંમાં બેસીને એનો ખોળો ભરવાની વિધિ કરી હતી.ઘરવાળાએ આ ખુશીના અવસર પર એની આરતી ઉતારી હતી.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ દ્યણી વાઈરલ થઈ રહી છે.પોસ્ટ વાઈરલ થતા જ લોકો આ દંપતીના ઘણા વખાણ કરવા લાગ્યા છે.આ વિધિમાં લ્યુસીને મનપસંદ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.
કહેવાય છે કે કુતરો બહુ જ વફાદાર પ્રાણી છે.તે કયારે પણ પોતાના માલિકને કયારે પણ નુકસાન પહોંચાડતા નથી.સાથે ડોગીના જન્મદિવસથી લઈને બેબી શાવરની બહુ જ ચર્ચા સોશિયલ મીડિયામાં ફેલાતી હોય છે.

