– સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
– નશાખોરોને કાયદાના પાઠ ભણાવવા જિલ્લાના દરેક પોલીસ મથક મુજબ એક વાડી તૈયાર કરાઈ
– આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ અને આરોગ્ય ટેસ્ટ સ્થળ ઉપર જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી
વલસાડ : વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશો અને મહારાષ્ટ્રમાં ન્યુ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા 835 નશાખોરોને પોલીસે દારૂ બંધીનાં પાઠ ભણાવ્યા હતા.સુરત એડિશનલ DGની સૂચના અને માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુ યર પાર્ટીના બહાને દારૂની મહેફિલ માણી વલસાડ જિલ્લામાં આવતા પ્યાસીઓને ઝડપી પાડવા આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર 24 ચેકપોસ્ટ બનાવાઈ છે.જેમાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતા વાહન ચાલકોનું કડકાઇથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગમાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાના 13 પોલીસ મથકોમાં વાહન ચેકિંગ દરમિયાન 835 લોકોને દારૂના નશામાં વલસાડ જિલ્લામાં પ્રવેશતાં ઝડપી પાડ્યા હતા.વલસાડ જિલ્લા પોલીસે નશાખોરોને ઝડપી કાયદાના પાઠ ભણાવવા માટે જિલ્લાના દરેક પોલીસ મથક મુજબ એક વાડી તૈયાર કરવામાં આવી છે.જેમાં ચેક પોસ્ટ ઉપરથી નશાખોરોને વાડી સુધી લઈ જવા ખાનગી ટ્રાવેલ્સની બસ દરેક પોલીસ મથક મુજબ અને જરૂરિયાત મુજવ હાયર કરવામાં આવી છે. આ નશાખોરોને કોર્ટમાં રજૂ કરવા માટે આ બસનો ખાસ ઉપયોગ કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોલીસ મથકે હાયર કરેલા હોલમાં જ આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ અને આરોગ્ય ટેસ્ટ સ્થળ ઉપર જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અને શહેરના મુખ્ય માર્ગો ઉપર બ્રિથ એનેલાઈઝર મશીન સાથે નશાખોરોને ચેક કરવા પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે.રાજ્યમાં અને જિલ્લામાં દારૂબંધીનું ચુસ્ત અમલવારી કરવામાં પોલીસ તૈયાર છે. જિલ્લામાં ગઈકાલે 30 ડિસેમ્બરે જિલ્લાના 13 પોલીસ મથકે બનાવેલી ચેક પોસ્ટ ઉપરથી સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રવેશથી આવેલા લોકોનું કડકાઇથી ચેકીંગ કરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમિયાન 30 ડિસેમ્બરે 835 લોકોને દારૂનો નશો કરીને જિલ્લામાં આવતા ઝડપી પાડવામાં આવ્યા હતા.નશાખોરોને દારૂ બંધીનાં પાઠ ભણાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વલસાડ જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ઝડપેલા નશાખોરો વિરૂદ્ધ નોંધાયેલા દારૂના કેસોની સંખ્યા નીચે પ્રમાણે હતી.
– વલસાડ સીટી – 55 કેસ
– પારડી – 110
– ડુંગરા – 50
– ઉમરગામ – 59
– વાપી જીઆઈડીસી – 75
– રૂરલ – 50
– ડુંગરી – 33
– ધરમપુર – 26
– કપરાડા – 49
– મરીન – 32
– વાપી ટાઉન – 158
– નાનાપોંઢા – 40
– ભિલાડ – 98