– લાખોની કેશ ગાયબ જણાતા કાવી પોલીસને જાણ કરાતા પીએસાઇ સહિતનો કાફલો દોડી આવ્યો
– સીસીટીવી ફુટેઝ મેળવી કેટલી કેશ ગાયબ થઈ તેના આધારે પોલીસ ફરિયાદ નોંધવા કવાયત
જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીને લઇ ચકચાર મચી ગઇ હતી.બેંક સત્તાધીશોએ પોલીસને જાણ કરતા કાવી પોલીસ સ્ટેશનના PSI એન.એ.પરમાર, એલસીબી પીએસઆઇ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.બેંકના અધિકારીઓએ અંદાજે 16 થી 17 લાખની કેશ બેન્કમાંથી ચોરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. જોકે આ અંગે ખરેખર કેટલી કેશ ગાયબ થઈ છે તેની ગણતરી હાથ ધરાઈ છે.
બીજી તરફ સીસીટીવીમાં બેંકનો કેશિયર જ શંકાના દાયરામાં આવ્યો હતો. પોતાનો મોબાઈલ ભૂલી ગયો હોવાનું જણાવી કેશિયર બેંકના તાળા ખોલી અંદર પ્રવેશ્યો હતો.અંદર પ્રવેશી લાઈટો ચાલુ બંધ કરી તેને લાખોના રોકડા ઉપર હાથ ફેરો કર્યો હોવાનું અને બાદમાં આ ઘટનાને ચોરીમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે.જોકે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ જ સાચી હિક્ક્ત બહાર આવી શકશે.


