ચેન્નાઇ તા. ૧૨ : તામિલનાડુમાં સીબીઆઈએ અંદાજે ૪૫ કરોડ રૂપિયાની કિંમતના ૧૦૩ કિલોગ્રામથી પણ વધુ સોનાને દરોડામાં જપ્ત કરવામાં આવ્યા હતા.આ સોનુ સીબીઆઈની ‘સેફ કસ્ટડી’ માં રાખ્યો હતો.જે ગાયબ થઇ ગયું છે.મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ સીબી સીઆઇડીને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
સીબીઆઈએ ૨૦૧૨માં ચેન્નાઇમા સુરાના કોર્પોરેશન લિમિટેડની ઓફિસમાં દરોડા પાડયા હતા.આ દરમયાન સોનાની ઈંટો અને ઘરેણાંના રૂપે ૪૦૦.૫ કિગ્રા સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું.ગાયબ થયેલું સોનુ તેનો જ ભાગ હતો. તેને સીબીઆઈના લોક અને સીલમાં સેફ રાખવામાં આવ્યું હતું.
સીબીઆઇએ જણાવ્યું કે તેને સેફ અને વોલ્ટ્સની ૭૨ ચાવીઓને ચેન્નાઈની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટને સોંપી દેવામાં આવ્યા હતા.સીબીઆઇએ દાવો કર્યો કે જપ્ત કર્યા દરમ્યાન સોનાનું વજન એકત્રિત કરવામાં આવ્યું હતું.પરંતુ એસબીઆઈ અને સુરાના વચ્ચે લોન મામલે નીસ્તારણ માટે નિયુકત કરવામાં આવેલા લીકીડેટરને સોંપતા સમયે વજન અલગ અલગ કરવામાં આવ્યું અને વજનમાં અંતરનું કારણ આ જ છે.જસ્ટિસ પ્રકાશે સબમિશનને રિફયુઝ કરીને એસપી રેન્કના અધિકારીની અગુવાઇમાં સીબી-સીઆઇડી તપાસનો આદેશ આપ્યો છે.