– શાહજહાંપુર જેલના સુપરને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે નોટિસ મોકલી
– ખુદ આસારામ રેપના આરોપ બદલ જેલ ભોગવે છે
શાહજહાંપુર તા.25 : ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરની જેલમાં કેદીઓને વિવાદાસ્પદ સાધુ આસારામના ફોટાવાળા બ્લેન્કેટ અપાયાના અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો.
જિલ્લા મેજિસ્ટ્રેટે જેલના સુપરિન્ટેન્ડન્ટને નોટિસ મોકલીને આ બાબતે જવાબ માગ્યો હતો.આસારામ પોતે કૂમળા બાળકો પર રેપ કરવા માટે રાજસ્થાનમાં જોધપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે.
ચોંકાવનારી વાત એ છે કે આસારામના હવસનો ભોગ બનેલી અને પાછળથી સરકારી સાક્ષી બની ગયેલી બાળકી કૃપાલ સિંઘ શાહજહાંપુરની રહેવાસી છે.થોડાં વરસ પહેલાં કૃપાલ સિઁઘની હત્યા કરી દેવામાં આવી હતી.હવે શાહજહાંપુરની જેલના કેદીઓને આસારામના ફોટાવાળા બ્લેન્કેટ અપાયાના અહેવાલ આવતાં જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્ર વિક્રમ સિંઘે જેલ સુપર રાકેશ કુમારને આ બાબતે નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો.2018માં આસારામ પર રેપનો આરોપ મૂકાયો હતો અને ત્યારબાદ તેમને જેલની સજા થઇ હતી.

