રાજ્યના અમદાવાદ ખાતે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જીલ્લાના માંડલ ખાતે શિક્ષણ વિભાગમાં પગાર અને આરટીઈની ૭ કરોડની ઉચાપત થઇ છે.જે મામલે તપાસ તો કરવામાં આવી પરંતુ સરકારે જાણે કે આંધળે બહેરુ કુટ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.જેની સીધી જવાબદારી બને છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પંરતુ તપાસ માટે બનાવવામાં આવેલી 4 કમિટીના સભ્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.કરોડોના ભ્રષ્ટાચાર મામલે ચેક પર સહી કરનારા અને બિલ મંજૂર કરાવનારા સામે કોઈ પગલા નહી ભરાયા છે પરંતુ કૌભાંડ પકડનાર સામે કાર્યવાહી થઈ છે.ખર્ચ પત્રક અને મેળવણું કરવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાંધિકારીની બને છે અને સરકારે સરકારે મુખ્ય એકાઉન્ટ ઓફિસર સામે કાર્યવાહી કરી છે.અમદાવાદ જિલ્લામાં શિક્ષણ વિભાગમાં સાત કરોડનો ભ્રષ્ટાચાર થયો છે.
માંડલ તાલુકા પંચાયત વિસ્તારમાં શિક્ષકના પગાર અને RTE હેઠળના નાણા ની ૭ કરોડની ઉચાપત થઇ હતી જે મામલે સરકારે તપાસના આદેશ આપ્યા હતા જે મામલે અલગ અલગ ૪ કમિટી રચવામાં આવી હતી.જેમાં સભ્ય રહેલા મુખ્ય એકાઉન્ટ ઓફિસર હાર્દિક પ્રજાપતિ સામે સરકારે કાર્યવાહી કરી છે.
આખા કૌભાંડ ની વાત કરીએ તો વગર બીલ કે વાઉચરએ અલગ અલગ સમયે ૭ કરોડ જેટલા રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી જે બાદ તપાસ ચલાવવામાં આવી હતી.તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિ એ એ વાત સામે આવી હતી કે ડેપ્યુટી એકાઉન્ટન્ટ રાજેશ રામી તાલુકા શિક્ષણાધિકારી આશા યાદવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદ્રિકા પટેલની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્ય ..આખા મામલામાં ટેકનીકલ બાબત સમજીએ તો વર્ષ ૧૯૯૩ માં સરકારે GR કર્યો હતો કે જયારે પણ શિક્ષણ વિભાગનું ભંડોળ મળે એટલે તેને મુખ્ય એકાઉન્ટ ઓફિસરે પૈસા ટ્રાન્સફર કરવાના રહે છે તેની અન્ય કોઈ સંડોવણી તેમાં રહેતી નથી આવા.એ જે ભંડોળ મળે છે એ ભંડોળ જે તે જગ્યા પર ફાળવવાની જવાબદારી જીલ્લા શિક્ષણાધીકારીની રહે છે.એ બાદ ભંડોળ મળ્યા બાદ તેનું ખર્ચ પત્રક બનાવવું અને મેળવણ કરવું એ જવાબદારી જીલ્લા પ્રાથમિક શીક્ષણાધીકારીની રહે છે.
આખા મામલામાં ટેકનીકલ બાબત જોવા જઈએ તો
જે તે તાલુકા સ્થળ પર પૈસાની જવાબદારી તાલુકા શિક્ષણાધીકારી,ક્લાર્ક,નાયબ હિસાબનીશ,અને ટીડીઓની જવાબદારી હોય છે કોઇપણ બીલ બનાવવાનું હોય તો તે ક્લાર્ક બનાવે છે તેના પર સહી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બીલ પર સહી કરે જે બાદ તે બીલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ પાસે મંજુર થવા માટે મોકલવામાં આવે જે બાદ તે બીલ TDO મંજુર કરે એ બાદ ડેપ્યુટી એકાઉન્ટન્ટ બંનેની સહી સાથે તે મંજુર કરવામાં આવતું હોય છે..
હવે આખા મામલામાં કેવી રીતે મુખ્ય એકાઉન્ટ ઓફિસરની જવાબદારી બને છે એ સવાલ ઉઠી રહ્યો છે તો એક બાબત એ પણ સામે આવી રહી છે કે જો સસ્પેન્ડ કરવામાં આવે તો જે તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે અને એ કારણ મુજબ સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવે પરંતુ સસ્પેન્ડ કરવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી.કોઇપણ પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી નથી આવા સંજોગોમાં કેવી રીતે તેની જવાબદારી નક્કી કરવામાં આવી તે પણ સવાલ ઉઠી રહ્યો છે.