– નવી મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને સમાચાર સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફરતા થયા હતા
– સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી
રાજ્યની સરકારે નવી મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે.ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વધુ પાંચ શહેરોને મનપા આપવાને લીલીઝંડી આપી દેવાઈ છે.આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફરતા થયા હતા.જો કે આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી કે બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમાચાર અફવા છે.
સચિવ અશ્વિની કુમારે ખુલાસો કર્યો
આજે સવારે સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી ફરતા થયા હતા કે ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે પાંચ શહેરોને નવી મનપા આપવાનો નિર્ણય કર્યો છે.જેમા નવસારી,ગાંધીધામ,સુરેન્દ્રનગર,વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે.જોકે આ સામાચાર સમગ્ર રાજ્યમાં આગની જેમ ફેલાયા બાદ સરકારે તેની સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. 5 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાના સમાચાર ખોટા છે.આ અફવા છે તેના પર ધ્યાન ન આપવું.આ સાથે શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમારે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી.આ સમાચાર એક અફવા છે.