– તમામ વિભાગના બિલો 15 વર્ષથી પાલિકાએ ભર્યા જ નથી
વલસાડ : વલસાડ પાલિકા કચેરીના વિભાગોનું રૂ.30 લાખનું લાઇટ બિલ ભરવામાં વહીવટીકર્તાઓ અને સત્તાધારીઓ ઉદાસીન રહેતા દ.ગુ.વિજ કંપનીએ બુધવારે વિજ જોડાણ કાપી નાંખતા દોડધામ મચી હતી.વિજ કંપનીની કાર્યવાહીના પગલે પાલિકા કચેરીમાં કમ્યુટરો,લાઇટ અને એસી બંધ થઇ જતાં કામ ઠપ થઇ ગયા હતા.લોકોના વેરા ન ભરતા નળ જોડાણ કાપી જતી પાલિકાએ વીજ બિલ ન ભરતા વીજ કંપની વીજ જોડાણ કાપી જતા પાલિકાની કચેરીમાં અંધારપટ છવાઈ ગયો હતો.અંદાજે છેલ્લા 5 વર્ષથી વોટરવર્ક્સ તથા નગરપાલિકા કચેરીનું બિલ ન ભરાતા કાર્યવાહી કરાઈ છે.જેમાં 8.87 કરોડનું બિલ બાકી હોવાથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કાર્યવાહી કરાઇ છે.જેમાં વીજપ્રવાહ બંધ કરી દેતા નગરપાલિકાનો કામકાજ ઠપ થયો હતો.તેમજ કર્મચારીઓને અંધારામાં બેસવાનો વારો આવ્યો હતો. વીજ બિલ કાપી ગયા બાદ પાલિકાએ પાલિકા કચેરીનું બિલ ભરવા છત્તા હજુ સુધી વીજ જોડાણ ફરી કાર્યરત કરવામાં આવ્યું નથી.
વલસાડ પાલિકાના છેલ્લા 15 થી 20 વર્ષથી વોટર વર્કસ,ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન,સ્ટ્રીટલાઇટ,બુસ્ટર પંપો,પાલિકા કચેરી સહિતના વિભાગોના લાઇટ બિલ સમયસર નહિ ભરાતા દર મહિને બિલની રકમ વધતી ગઇ હતી,જેની સાથોસાથે વિલંબિત ચાર્જ વ્યાજની રકમ ચઢતી જતાં વર્ષોના બિલની કુલ રકમનો આંકડો રૂ.8.07 કરોડ પર પહોંચી ગયો છે.સેટલમેન્ટની યોજના પણ નાણાં ભરી શકાય તેવી પણ સ્થિતિ ન હતી.પાલિકાની સ્થિતિ આર્થિક મોરચે સંપૂર્ણ તળિયે પહોંચી ગઇ છે.
દરમિયાન પાલિકાનું મહિનાનું રૂ.30 લાખ ભરવા વિજ કંપનીએ બિલ મોકલ્યું હતું,પરંતું તે ન ભરાતા વિલંબ થતાં બુધવારે સાંજે વિજ જોડાણ કાપી નાંખતા કચેરીમાં અંધકાર છવાયો હતો. આ સંજોગોમાં વિજ કંપનીને દર માસે 25 થી 30 લાખ ભરવા પાલિકાએ રૂટિન શરૂ કર્યું હતું,પરંતુ તેમા પણ પાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બિલ ભરી શકાતુ ન હતું.અડધો માર્ચ મહિનો વિતી જવા છતાં બિલની રૂટિનની રકમ ન ભરાતા વિજ કંપનીએ બુધવારે જોડાણ કાપી નાંખતા કચેરીમાં કામકાજ ઠપ થઇ ગયું હતું.
82 ટકા ટેક્સમાં આવક સામે બિલ બાકી
ટેક્સની વસુલાત માટે પાલિકા દ્વારા બાકીદારોના પાણી,ડ્રેનેજના જોડાણો કાપવી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે.જેને લઇ પાલિકાના હાઉસ ટેક્સ દ્વારા ટેક્સની વસુલાત વર્ષે 82 ટકા સુધીના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવે છે.તેમ છતાં પાલિકા કચેરીનું જ બિલ ન ભરતાં દિવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઇ હતી.
વોટર, ડ્રેનેજ, લાઇટના જોડાણ પર ભય
પાલિકા કચેરીનું બિલ ભરી ન શકાતા કામ ઠપ્પ થયા છે ત્યારે વોટર વર્કસ,ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન,સ્ટ્રીટલાઇટ,બુસ્ટર પંપો સહિતના વિભાગોના બિલોની વર્ષોથી પડતર બિલોની રકમ બાકી છે ત્યારે હવે પાલિકા જો બિલ ન ભરશે તો પાણી,ડ્રેનેજ વિભાગના જોડાણ સામે પણ ભય ઉભો થયો છે.


