By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લ્યો કરો વાત મનરેગા’ખવાઇ’ ગયું તળાવ : ટીડીઓ, સરપંચ સહિત પાંચ સામે ગુનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > લ્યો કરો વાત મનરેગા’ખવાઇ’ ગયું તળાવ : ટીડીઓ, સરપંચ સહિત પાંચ સામે ગુનો
GeneralGujarat NowSaurashtra

લ્યો કરો વાત મનરેગા’ખવાઇ’ ગયું તળાવ : ટીડીઓ, સરપંચ સહિત પાંચ સામે ગુનો

HM News
Last updated: 11/07/2020 7:19 AM
HM News
5 years ago
Share
SHARE

– વાંકાનેર પંથકમાં મનરેગામાં કૌભાંડ
– ખોટા જોબ કાર્ડ બનાવી સરકારને રૂ. ૨.૭૯ લાખના ચુનો ચોપડયો

વાંકાનેર તાલુકાના કણકોટ અને ખારચીયા ગામે નરેગાના કામ હેઠળ તળાવ ઉંડા કરવામાં ખોટા જોબકાર્ડ બનાવી રૂ. ૨.૭૯ લાખનો સરકારને ચુનો ચોપડવામાં સરપંચ અને અધિક મદદનીશ ઇજનેર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વિમલ કે ગઢવીએ અધિક મદદનીશ ઇજનેર એમ.આર. શેરસીયા, ટેકનીકલ આસિસ્ટન્ટ પી.એન. ચૌહાણ, કણકોટના સરપંચ વી.બી.ઝાલા અને શ્રમિક હુશેન બાદી સહિત ચાર શખ્સો સામે રૂ. ૨.૮૦ લાખની ઠગાઇ કરી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં વાંકાનેર તાલુકાના છત્રસિંહ જેઠુભા ઝાલાએ તા. ૧૯-૩-૧૦ ના રોજ તત્કાલીન સંસદસભ્ય વિજયભાઇ રૂપાણી અને તકેદારી આયોગને વોટર શેડ અને નરેગા યોજના હેઠળ ચેક ડેમોમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને કણકોટ ગ્રામ પંચાયતના હોદેદારોએ કામ કર્યા વગર અને ખોટા મસ્ટરો બનાવી રૂપિયા ઉપાડી ભષ્ટાચાર આચર્યાનું જણાવી અને ભષ્ટાચારી સામે પગલા લેવા માંગ કરી.જે અરજીની તપાસ મોરબી તાલુકા વિકાસ અધિકારીઆ તા. ૭-૭-૧૦ ના રોજ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો.

કણકોટનું તળાવ માટે રૂ. ૪.૯૫ લાખ મંજુર કરવામાં આવેલા જે પૈકી રૂ. ૧.૯૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રમિકોના ખોટા નામ મસ્ટરો તેમજ મેટ મુકાદમ બદલે અન્ય પાસેથી કામગીરી કરવામાં આવેલી હતી.

જયાં ખારચીયા ગામ રૂ. ૧.૯૬ લાખ મંંજુર કરવામાં આવેલા જેમાં રૂ. ૮૭ હજારનો ખર્ચ દેખાડેલો હતો. શ્રમિકોના ખોટા નામ મસ્ટરોમાં લખી મેટ મુકાદમ ને બદલે અને મુકાદમ પાસેથી કામગીરી સહીતની ગેરરીતી આચર્યાનું ખુલાયું છે.પોલીસ તત્કાલીક ટીડીઓ, કણકોટના સરપંચ સહિત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પાંડેસરા LIG આવાસને સીલ કરવા ગયેલા કોર્પોરેશનના અધિકારીઓનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ
મહેબૂબાની નજરબંદી પર સુપ્રીમમાં સુનાવણી, જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટિસ
સુરતમાં સગીર દ્વારા દારૂના વેચાણનો વીડિયો વાઈરલ, પોલીસે કહ્યું અમે તપાસ કરીએ છીએ
અરવલ્લીના મોડાસા ટાઉનમાં ઓવૈસીએ ખોલ્યો મોરચો ; મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસી તરફી જામી રહેલો માહોલ : કોંગ્રેસમાં મોટાપાયે ધોવાણ
દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર લાગશે 500 રૂપિયાનો દંડ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’
Next Article એન્કાઉન્ટર બાદ હવે વિકાસ દુબેની સંપત્તિનો હિસાબ થશે, EDએ શરૂ કરી તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up