કોર્ટનું નામ પડતા જ વ્યક્તિ ફફડી ઉઠે છે.તેમાં પણ જજનો સામનો કરવાનો આવે ત્યારે ભલભલાની હાલત ખરાબ થઈ જતી હોય છે.પરંતુ અમેરિકાની એક કોર્ટમાં જ તો આરોપીએ કરેલી હરકતે સૌકોઈને આશ્ચર્ય પમાડ્યું હતું.અમેરિકાની એક કોર્ટમાં જ તો આરોપીએ જજને જ ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે.અહીં એક આરોપીએ જજને જ ઈમ્પ્રેસ કરવા જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ બધુ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન થયું.આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અમેરિકાના ડેમેટ્રિયસ લુઈસ નામના એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગ્યો હતો.આ મામલે સુનાવણી ચાલુ હતી.લુઈસને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઝૂમ એપ પર સુનાવણી માટે હાજર કરાયો.આ કેસની સુનાવણી બ્રોવાર્ડ કાઉન્ટના જજ તબિતા બ્લેકમન કરી રહ્યાં હતાં.અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો હતો. જજને તેણે ગોર્જિયસ કહ્યું હતું અને ત્યાર બાદ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો.જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા હતાં.
I Love You કહી દીધું
વીડિયો પ્રમાણે,આરોપી જજને કહે છે કે, તમે ખુબ સુંદર છો… I Love You. આ સાંભળી જજ ચોંકી ઉથે છે અને લુઈસ સામે જોયા કરે છે.આરોપીની આ હરકત પર જજે કહ્યું હતું કે,ચાપલૂસી દરેક જગ્યાએ થઈ શકે છે પરંતુ કોર્ટમાં તે શક્ય નથી.


