ચોરોએ ટ્રેનમાં સાંસદની પત્નીને પણ છોડી નહીં. પટનાથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની ટ્રેનમાં ચોરોએ સાંસદની પત્નીની બેગમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી લીધી છે.ટ્રેનમાં વીઆઈપી કોચમાં સાંસદની પત્ની સાથે આ ઘટના કાનપુરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.પરંતુ ચોરીનો રિપોર્ટમ નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યો છે.સાંસદની પત્નીનું કહેવું છે કે,પતિની સારવાર માટે તે આ રૂપિયા લઈ જઈ રહી હતી.
બેગ સહિત લઈ ગયા ત્રણ લાખ રૂપિયા
મુઝફ્ફરપુરથી બીજેપીના સાંસદ અજય નિષાદની પત્ની અને હાજીપુર નગર પરિષદની પૂર્વ ચેરમેન રમા નિષાદ પટનાથી રાજધાની એક્સપ્રેસના વીઆઈપી કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં.
તેણીનું કહેવું છે કે,પતિની સારવાર માટે તેણીની રૂપિયા લઈને નીકળી હતી.સાથે જ દિલ્હી આવીને લગ્નમાં પણ જવાની હતી.એ માટે કેટલોક ખાસ સામાન અને કપડાની સાથે બેગ
હતી.કાનપુરની પાસે જ્યારે રમા બાથરૂમમાં ગઈ તો પરત આવીને જોયું તો સીટ પરથી તે બેગ ગાયબ થઈ ગઈ હતી.તેણે આ અંગેની જાણકારી તાત્કાલીક ટ્રેનમાં હાજર રેલ સ્ટાફને આપી હતી.પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન કાનપુરથી નીકળી ગઈ હતી.
નવી દિલ્હીમાં નોધાવી ફરિયાદ
સાંસદની પત્નીની સાથે થયેલી ચોરીનો આ કેસ નવી દિલ્હીમાં નોંધવામાં આવ્યો છે.કેસ દાખલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.પોલીસે ચોરીની તપાસ શરૂ કરી છે.આ રૂટ પર ઘટનાને અંજામ દેનારાઓની તલાશી લેવામાં આવી રહી છે.જેવી રીતે બેગ ગાયબ થયું તો તેની પાછળ બિજનૌરના ચોરોનો હાથ હોવાની શંકા છે.પીડીત રમાનું કહેવું છે કે,વીઆઈપી કોચમાં મહિલા યાત્રી સાથે આવી ઘટના બીજી વખત ન થાય તેનું રેલવે મંત્રાલયે ધ્યાન રાખવું જોઈએ.

