તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.ટ્રેન સેવા શરૂ થયાને ગણતરીના દિવસો થયા છે ત્યાં તો આજે અમદાવાદ પાસે ટ્રેક પર રખડતું ઢોર આવી જતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો છે. અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે મોટું નુકશાન પહોંચ્યું હોવાનો હાલ અંદાજો લગાડવામાં આવી રહ્યો છે અત્યાર સુધી રખડતા ઢોરને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.પરંતું હવે આ સમસ્યાથી રેલવે ટ્રેનો પણ અકસ્માતનો શિકાર બની રહી છે.

