– ટ્રેન ચલાવવાની,ગાર્ડની કામગીરી વડોદરા-અમદાવાદ ડિવિઝનને સોંપાઇ
– મુંબઇ ડિવિઝનને સોંપાયેલી કામગીરીને પગલે કર્મચારીઓમાં છુપો રોષ
– ભારત ટ્રેનને મળતા ખુબજ સારો આવકાર મુસાફરો તરફથી મળ્યો
ગાંધીનગર -મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત સુપર ફાસ્ટ ટ્રેનમાં ટિકિટ ચેકીંગની જવાબદારી મુંબઇ ડિવિઝનને સોંપાતા કર્મચારીઓમાં છૂપો રોષ પર્વતી રહ્યો છે.આ ટ્રેનમાં ટિકિટ ચેકીંગની જવાબદારી પણ વડોદરા- અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓને સોંપવામાં આવે તેવી તેઓની માંગ છે.સ્વદેશી ટેકનોલોજીના ઉત્તમ ઉદાહરણ રૂપ વંદે ભારત ટ્રેન આત્મ નિર્ભર ભારતમાં એક આગવુ બળ પુરૂ પાડી રહી છે.દેશમાં ત્રીજા રૂટ ઉપર આ ટ્રેન દોડવાનો પ્રારંભ થયો છે. 75 વંદે ભારત ટ્રેન દોડાવવાનો રેલવેનો સંકલ્પ છે.તા.30મી સપ્ટેમ્બરને વડાપ્રધાન મોદીએ ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતુ.ત્યારબાદ આ ટ્રેન શનિવાર થી મુંભઇ સેન્ટ્રલ થી ગાંધીનગર વચ્ચે દોડતી થઇ ગઇ હતી. રવિવાર સિવાય આ ટ્રેન છ દિવસ સુધી દોડશે.
વંદે ભારત ટ્રેનમાં લોકો પાયલોટ અને ગાર્ડની કામગીરી અમદાવાદ ડિવિઝનને સોંપવામાં આવી છે.જયારે આ ટ્રેનમા ટિકિટ ચેકીંગની જવાબદારી મુંબઇ ડિવિઝનને સોંપવામાં આવી છે.હાર્ડ વર્ક અમદાવાદ ડિવિઝનને સોંપાયુ જયારે મુંબઇ ડિવિઝન ને સોફટ અને ઇકોનોમિક ફાયદો થાય તે રીતની કામગીરી સોંપવામાં આવી છે આ ભેદભાવ ભરી કામગીરી વિતરણ સામે અમદાવાદ-વડોદરા ડિવિઝનના કર્મચારીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
મુંબઇ ડિવિઝન પાસે લાંબા રૂટ સહિતની અનેક ટ્રેન છે.તેઓ ઉપર કામગીરીનો બોજ પણ વધુ છે.તેવા સંજોગોમાં વંદે ભારત ટ્રેનમાં ટિકિટ ચેકીંગની જવાબદારી અમદાવાદ-વડોદરા ડિવિઝનને સોંપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વંદે ભારત ટ્રેનમાં પ્રથમ દિવસે મુસાફરી કરવા ધસારો વંદે ભારત ટ્રેનમાં એકઝીકયુટીવ કલાસની 104 ચેર અને ચેર કાર કલાસની 1019 ચેર કુલ મળીને 1123 ચેર છે.જેમાં આજે પ્રથમ દિવસે એકઝીકયુટિવ કલાસની 104 ચેર અને ચેર કાર ઉપર 982 મુસાફરોએ મુસાફરી કરી હતી.આમ એકઝીકયુટીવ કલાસ 100 ટકા મુસાફરો મળ્યા જયારે ચેરકાર ઉપર 96.37 ટકા મુસાફરો મળ્યા હતા.આમ કુલ 96.70 ટકા મુસાફરો આજે પ્રથમ દિવસે વંદે ભારત ટ્રેનને મળતા ખુબજ સારો આવકાર મુસાફરો તરફથી મળ્યો હતો.