સાપુતારા : શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ ના પ્રમુખ રમેશભાઇ ગાંગુર્ડે ના સહયોગ થકી વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ સમૂહ લગ્ન માં ડાંગ જિલ્લાના જુદા જુદા ગામડાંઓ માંથી કુલ ૨૨૧ આદિવાસી યુગલો લગ્ન ના માંડવે એક તાંતણે બંધાયા હતા વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ પર યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવ માં ૨૨૧ વરરાજાઓનો વરધોડો હિન્દુ રીતિ રીવાજો અને આદિવાસી વાજિંત્રો સાથે નીકળ્યો હતો અહી સમૂહ લગ્ન મહોત્સવ માં આદિવાસી ૨૨૧ યુગલો એ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સાત ફેરા ફરી પતિ પત્ની ના પવિત્ર બંધન માં જોડાયા હતા આ યુગલો ને શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ દ્વારા યુગલો ને વાસણો સહિત વરવધુ ને કપડાની ભેટ અર્પણ કરાઇ હતી વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવ માં મહોત્સવ ના આયોજક રમેશ ગાંગુર્ડે સહિત ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજય પટેલ,જીલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઇ ગાવિત,તાલુકા પ્રમુખ શંકુતલાબેન,વેપારી એસોસિએશન ના પ્રમુખ સુભાષ બોરશે,સામાજીક આગેવાન ઘનશ્યામ પટેલ,રીતેશ પટેલ,પંકજ પટેલ સુરેશ કાંજીયા,ધર્મેશ પટેલ,સંદિપ સુરતી,પૃથ્વીરાજ વૈષ્ણવ તથા નગર જનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી નવ પરણીત યુગલો ને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રપુરના આદિવાસી સમાજના યુવાનો એ પણ જહેમત ઉઠાવી હતી.