સાપુતારા : ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના ખોબ્રિઆંબા ગામ પાસે થી પસાર થતી પૂર્ણા નદીમાં ખાતળ ગામના વૃદ્ધનું તણાય જવાથી મોત નીપજ્યું હતું.ખાતળ ગામનો રાયલ્યાભાઈ જાનુભાઈ પવાર ઉં.60 પોતાનો પાડો લઈ જંગલ વિસ્તારમાં ચરાવવા ગયો હતો,તે વેળાએ પરત ઘર તરફ પાછા ફરતી વખતે પૂર્ણા નદી માંથી પસાર થતા ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ને પગલે નદીમાં આવેલા અચાનક પૂર માં તણાઈ જતા મોત નીપજ્યું હતું.