સાપુતારા : ડાંગ ના વઘઇ તાલુકા પંથક માં સતત ત્રણ દિવસ થી બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટા પડતા અસહ્ય ઉકળાટ અને બફારા ના લીધે રાહદારીઓ સહિત ત્રસ્ત બનેલા લોકો એ ઠંડક પ્રસરી જતા આશંકિત રાહત અનુભવી હતી જયારે આજ રોજ ફરી વઘઇ તાલુકા પંથક માં બપોરે બાદ અચાનક વાતાવરણ માં પલટો આવતા ની સાથે આકાશ માં કાળા ડિબાંગ વાદળો છવાઇ જતા વાદળ છાયા વાતાવરણ સાથે ઠંડા પવનના સુસવાટા શરૂ થતા જોત જોતા માં વિજળી ના કડાકા ભડાકા સાથે એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા નગર ના રસ્તા ઓ ભિજાંઇ જવા ની સાથે ઠેર ઠેર પાણી ખાબોચિયા ભરાઇ હતા.બપોર બાદ પડેલા ધોધમાર વરસાદી ને પગલે સુકા ભટ બનેલા ઝરણા ફરી જીવંત બની ખખડ વહેતા નજરે પડ્યા હતા જયારે બપોર બાદ ઝરમરીયો વરસાદ વરસતા કેટલાક લોકો રસ્તા પર છત્રી લઇ ફરતા નજરે પડતા વરસાદી માહોલે ચોમાસાની યાદ તાજી કરી હતી સાથે સાથ ધમાકેદાર વરસાદ ની એન્ટ્રી થતા આદિવાસી ખેડુત ખુશ ખુશાલ બન્યો હતો આજ રોજ ડિઝાટર મેનેજમેન્ટ પાસે થી મળતી માહિતી મુજબ આજ રોજ સવારે ૦૮ થી સાંજે ૫.૦૦ વાગ્યે સુધી માં આહવા.૦૦ વઘઇ ૦૬ mm સુબીર ૦૦ સાપુતારા.૦૦ વરસાદ નોંધાયો હતો