આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલાઓને સોંપ્યા
એજન્સી, નવી દિલ્હી
આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓ વિશ્વમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા મારફતે તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ 7 મહિલાઓને સોંપી દીધા છે. ત્યારબાદ આ મહિલાઓએ વડાપ્રધાનના ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટગ્રામ અને યુ-ટ્યુબ પર પોસ્ટ શેર કરનાવા શરૂ કરી દીધા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ. આપણે આપણી સ્ત્રી શક્તિીની ભાવના અને ઉપલબ્ધિઓને સલામ કરીએ છીએ. મેં કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે હું હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડી રહ્યો છું. આજે સમગ્ર દિવસ સાત મહિલાઓ પોતાના જીવન અંગે વાત કરશે અને તેઓ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પણ વાતચીત કરશે.
વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, આ રવિવારે હુ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટગ્રામ અને યુ-ટ્યુબ સહિત તમામ સોશિયલ મીડિયા છોડવા માટે વિચારી રહ્યો છું. તમને આ વિશે જાણકારી આપીશ.