– કમલમ્ ખાતે નેતાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો
ગાંધીનગર : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આજે ચાર્જ લેવા માટે ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચ્યા હતાં.આ પહેલા કમલમ્ ખાતે નીતિન પટેલ,પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતા પહોંચ્યા હતા.પરંતુ એક તરફ સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘દો ગજ કી દૂરી’ સૂત્ર કમલમમાં જ ભૂલાયું હોય તેવું જોવા મળ્યું હતું, અહીંયા નેતાઓ ખુદ ટોળે વળ્યાં હતાં
કમલમ્ ખાતે ટોળા વળ્યા
આજે સવારથી કમલમ્ ખાતે મોટી સંખ્યામાં સુરત પાસિંગની ગાડીઓની લાઈન કમલમ્ બહાર લાગી હતી.લોકો સવારથી કમલમ્ ખાતે હાજર હતા.12 વાગ્યા બાદ ભાજપના મોટા નેતાઓ કમલમ્ ખાતે પહોંચવા લાગ્યા હતા.પરંતુ કમલમ્ ખાતે સીડીઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ઊભા હતા.ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ અને જીતુ વાઘણી સાથે આવ્યા હતા.ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો તેમની ફરતે ઊભા હતા.