– આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતી અંગે દિલ્હી હાઇકોર્ટએ નામો જાહેર થતા અટકાવ્યા : પ્રાઈમ મિનિસ્ટર પ્રોટેક્શન ગ્રુપ આરટીઆઈ એક્ટ માંથી બાકાત છે : ભાવિ સલામતીને ધ્યાને લઇ નામ જાહેર કરી શકાય નહીં
ન્યુ દિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ સાથે વિદેશ યાત્રાએ ગયેલા લોકોના નામ આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવ્યા હતા.
જે અંતર્ગત સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને દિલ્હી હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પ્રાઈમ મિનિસ્ટર પ્રોટેક્શન ગ્રુપ આરટીઆઈ એક્ટ માંથી બાકાત છે.ભાવિ સલામતીને ધ્યાને લઇ નામ જાહેર કરી શકાય નહીં.આ મામલે આ નામો જાહેર થતા અટકાવવા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને દિલ્હી કોર્ટએ આદેશ આપ્યો છે.
નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે નામો જાહેર કરવાથી આ મહાનુભાવોની ભવિષ્યની સલામતી અંગે પ્રશ્નો ઉભા થઇ શકે છે.અલબત્ત સંખ્યા જાહેર કરવામાં વાંધો નહીં તેવું કોર્ટએ જણાવ્યું હતું.તથા આગામી મુદત 12 એપ્રિલ 2021 સુધી નામો જાહેર થતા અટકાવી દેવાની સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.