મુંબઈ : અવયવદાન વિશે લોકો ધીમે ધીમે જાગૃત થઈ રહ્યાં હોય તોયે તે અવયવ સમયસર જરુરિયાત ધરાવતાં દર્દી સુધી પહોંચવું જરુરી હોય છે.તેમાંય હાર્ટ અર્થાત્ જ હૃદય એ અત્યંત નાજૂક અવયવ હોઈ તેની સંભાળ પણ ખુબ રાખવી પડે છે.પરંતુ આ તમામ અડચણોને મ્હાત કરી અઢી કલાકથી ઓછાં સમયમાં જીવંત હૃદય ગુજરાતથી મુંબઈ લાવવામાં આવ્યું છે.જેને લીધે આજે એક દર્દીને જીવનદાન મળ્યું છે.
પરેલની એક હૉસ્પિટલમાં એક દર્દીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવાનું હતું.તે માટે વડોદરાની એક હૉસ્પિટલમાંથી હૃદય મુંબઈ લાવવાનું હતું.પરંતુ તે ત્રણ કલાકની અંદર ઓપરેશન થિએટરમાં પહોંચવું જરુરી હતું.આથી હવાઈમાર્ગનો ઉપયોગ કરી ઈંડિગોની ફ્લાઈટમાં હૃદય મુંબઈ લાવવામાં આવ્યું.તે માટે વડોદરાની હૉસ્પિટલથી એરપોર્ટ સુધી અને મુંબઈના એરપોર્ટથી હૉસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર આપવામાં આવ્યું હતું.ટ્રાફિક વિભાગની ટીમ મેડિકલ નિષ્ણાતો સાથે વડોદરાની હૉસ્પિટલમાં પહોંચતાં સંબંધિત દર્દીનું હૃદય તેમને સોંપવામાં આવ્યું.ત્યારબાદના બે કલાકને ૨૨ મિનીટમાં મુંબઈની હૉસ્પિટલના ઓપરેશન થિએટરમાં હૃદય પહોંચી ગયું હતું.