By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના કરજણ તાલુકાના નાયબ મામલતદારને રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરાના કરજણ તાલુકાના નાયબ મામલતદારને રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં
GeneralVadodara

વડોદરાના કરજણ તાલુકાના નાયબ મામલતદારને રૂપિયા 30,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યાં

HM News
Last updated: 19/04/2023 11:37 AM
HM News
2 years ago
Share
SHARE

વડોદરા, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : સરકારી પગાર ઓછો પડતા કેટલીક વખત સરકારી બાબુઓ સત્તાનો ફાયદો ઉપાડીને ઉપરની આવકનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા હોય છે.જેના કારણે તેમને જેલની પણ હવા ખાવી પડતી હોય છે.ત્યારે આવા જ એક નાયબ મામલતદાર ઉપરની આવક મેળવવા જતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો છે.જેમાં વડોદરાના કરજણતાલુકાના નાયબ મામલતદાર પંચક્યાસ માટે રૂપિયા 50 હજારની લાંચની માગણી કરતા એ.સી.બી.ના હાથે ઝડપાયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના કરજણમાં ફરિયાદી સરકારી યોજના સુજલામ-સુફલામ યોજના અંતર્ગત માંકણ ગામના તળાવમાંથી તેઓની માલીકીના સર્વે નં. 117માં માટી પુરાણના કામ માટે પંચાયત ખાતે અરજી કરી હતી.આ અરજીના અંગે ગ્રામ પંચાયત કચેરીએ ઠરાવ કરી આપ્યો હતો.ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરિયાદીને સ્થળ પર બોલાવીને પંચક્યાસ કરવામાં આવ્યું હતું.આ પંચક્યાસ અરજદારને આપવા માટે નાયબ મામલતદાર રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેલે અરજદારને કહ્યું હતું કે, અમારા વ્યવહારનું શું? આમ નાયબ મામલતદારે લાંચની માગણી કરતા અરજદારે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી ફરિયાદા કરી હતી.

આમ લાંચ પેટે રૂપિયા 50 હજારની માગણી કરતા નાયબ મામલતદારને ઝડપી લેવા માટે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.વી. વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આરોપી સાથે રકઝક બાદ લાંચ પેટે રૂપિયા 50 હજારના બદલે રૂપિયા 30 હજાર લેવા નાયબ મામલતદાર રાજેશ કુમાર મહેન્દ્રભાઈ પટેલ તૈયાર થયો હતો અને આ લાંચની રકમ સ્વિકારતા જ એ.સી.બી.એ તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.હાલ એ.સી.બી.એ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

PM મોદીના એક નિવેદનને કારણે ભારત હાર્યુ કેઇર્ન વિરુદ્ધ 1.25 અબજ ડોલરનો કેસ
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના રાજકરણ પ્રવેશ અંગે સસ્પેન્સ યથાવત
વીર સાવરકરે સમજાવ્યા બાદ લતાજીએ સંગીતની દુનિયા છોડવાનો નિર્ણય બદલી નાંખ્યો હતો
સરકારની ફેંકમફેંક : 8 કરોડના લક્ષ્‍‍યાંકના દાવાઓ સામે ફક્ત 20.36 લાખ પ્રવાસી શ્રમિકોને જ મળ્યું મફત અનાજ
ખાલિસ્તાન સમર્થક આતંકવાદીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ, અનેક ભારતવિરોધી ગતિવિધિઓમાં છે સામેલ
Share This Article
Facebook Email Print
Previous Article હે ઈશ્વર ! અમદાવાદના ચાંદખેડામાં નવજાત શિશુને 10માં માળેથી નીચે ફેંકી હત્યા કરાઈ
Next Article અતીકની પત્ની સાઈસ્તાનો યોગીને લખેલો પત્ર વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up