By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની ધરપકડ કરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની ધરપકડ કરાઈ
GeneralVadodara

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટની ધરપકડ કરાઈ

HM News
Last updated: 28/09/2021 9:04 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યભરમાં ચકચાર જગાવનારા ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર સીએ અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે.પરંતુ, પોલીસથી એક કદમ આગળ રહેલા બંને આરોપી પોલીસને ચકમો આપવામાં સફળ થયા છે.બીજી તરફ પાવાગઢના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટના નિઝામપુરા સ્થિત ઘરમાં સર્ચ કરાયું હતું,જ્યાં બેડરૂમમાંથી ફ્રેન્ચ બ્રાન્ડીની બોટલ મળી હતી.જેથી પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો હતો.

પોલીસથી બચવા રાજુ ભટ્ટ ગાંધીધામ તરફ ભાગ્યો

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો,જેથી પોલીસની એક ટીમ ગાંધીધામ પહોંચી છે અને રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષીતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઇ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્વની જાણકારી મેળવી હતી.આ ઉપરાંત પોલીસે સમન જારી કરીને રાજુ ભટ્ટના વેવાઇના પરિવારને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

સોમવારે મોડી સાંજથી પોલીસની ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા,મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને તેની 3 કાર કબજે લેવાની સાથે મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા.જ્યારે તેના બેડરૂમમાંથી બ્રાન્ડીની બોટલ પણ મળી હતી. મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ જ રહી હતી.બીજી તરફ આરોપી અશોક જૈન પણ ગુનો નોંધાયા બાદ ઇન્દોર તરફ ભાગ્યો હોવાની બાતમી મળતાં ઇન્દોર તરફ પણ તપાસ કરી રહી છે.પોલીસે અશોક જૈનના પુત્રના મિત્રને પણ પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવ્યો હતો.

સ્ટાફ ઘટ, 24 કલાકની નોકરી, ઓછુ વળતર સહિતના મુદ્દે ફાયર જવાનોનું શોષણ
પૂર્વ PM ઈમરાન ખાન પર ફરી ધરપકડની લટકતી તલવાર
PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર
રશિયાએ મારિયુપોલ શહેર કબજે કર્યું, ઝેપોરેજિયામાં ફોસ્ફરસ બોમ્બથી હુમલો
ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું
Share This Article
Facebook Email Print
Previous Article સ૨કા૨ સાથે સાંઠગાંઠ ધ૨ાવતા ભ્રષ્ટ પોલીસ અધિકા૨ીઓને સ૨કા૨ બદલાય તો ભોગવવુ પડે : સુપ્રિમ કોર્ટ
Next Article અમદાવાદના બી-સફલ અને સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલને ત્યાં ઈન્કમટેક્સની રેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up