By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરામાં માદક પદાર્થનો વધતો વ્યાપ,પોલીસે 5 કિલો ગાંજા સાથે કેરિઅર ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરામાં માદક પદાર્થનો વધતો વ્યાપ,પોલીસે 5 કિલો ગાંજા સાથે કેરિઅર ઝડપાયો
GeneralVadodara

વડોદરામાં માદક પદાર્થનો વધતો વ્યાપ,પોલીસે 5 કિલો ગાંજા સાથે કેરિઅર ઝડપાયો

HM News
Last updated: 16/01/2023 11:22 AM
HM News
2 years ago
Share
SHARE

વડોદરા,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર : મિશન ક્લીન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે,જે અંતર્ગત સયાજીગંજ પોલીસે એસ.ટી.ડેપોના પ્રવેશ ગેટ નજીક આવેલી એક નાસ્તાની લારી પરથી ગાંજાના પાંચ કિલો ઉપરાંતના વિપુલ જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

વડોદરામાં વધતા જતા માદક પર્દાથના વ્યાપ ચિંતાનો વિષય બન્યો છે.પોલીસ છાસવારે વિવિધ પ્રકારના માદક પદાર્થના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી માદક પર્દાથના દુષણને ડામવાનો પ્રયાસ કરે છે.આ દરમિયાન સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, એસ.ટી.ડેપોના પ્રવેશ ગેટ નજીક આવેલ ક્રિષ્ના સેવ ઉસળ નામની નાસ્તાની લારી પર એક ઈસમ ગાંજાનો વિપુલ માત્રામાં જ્થ્થો લઈને ઉભો છે.સયાજીગંજ પોલીસે બાતમીના આધારે તે સ્થળે પહોંચી એક શકમંદ ઈસમ મળી આવી હતી.

સયાજીગંજ પોલીસે શકમંદ ઈસમની તપાસ કરતા તેની પાસે રહેલા થેલામાંથી પાંચ કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 5,410 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રના આરોપી વેચીયાભાઈ વલવીની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ જણાવ્યુ હતું કે, ગાંજાનો જથ્થા તેને મધ્યપ્રદેશના કુકરી ગામે રહેતા એક ઈસમ પાસેથી લીધો હતો.મહારાષ્ટ્ર ખાતે લઇ જવાનો હતો.સયાજીગંજ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે એકનાથ શિંદેના મંત્રીએ નવા વટાણા વેર્યા
બાંગ્લાદેશી કિશોરનો વિડીયો વાયરલ, કહ્યું- ‘મૂર્તિપૂજા કરતા હિંદુઓ ખરાબ, હું મદ્રેસામાં શીખ્યો, હિંદુઓ વિરુદ્ધ જેહાદ પણ શીખવાય છે’
દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદશે..!!
તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની લોખંડના સળીયાથી હત્યા કરી દેવાઈ
ચલથાણ ગામની સીમમાં રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને છાતીમાં ચપ્પુના ઘા કરી અજાણ્યા શખ્સોએ હત્યા કરી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર,23000 EWS આવાસોનું નિર્માણ થશે
Next Article વલસાડમાં બિલ્ડિંગના છજ્જા પર બેસી દારૂડિયાનો બે કલાક હાઈવોલ્ટેજ ડ્રામા, ફાયર બ્રિગેડે દોરડું બાંધી નીચે ઉતાર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up