[weather_data]
Breaking News
TRENDING NEWS

વડોદરામાં સેક્સ રેકેટનો પર્દાફાશઃ ૪ યુવતિ સહિત ૬ દલાલોને ઝડપી લેવાયા

[updated_date] [post_views]

Table of Content

વડોદરાઃ શહેર પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દરોડા પાડીને 4 યુવતી સહિત છ દલાલોને ઝડપી લીધા છે. આ તમામ લોકો ઓનલાઇન દેહવ્યપારનો વ્યાપાર કરતા હતા. પોલીસને આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ કેટલાક ઇસમો દ્વારા ઓનલાઇન ચલાવવામાં આવે છે તેની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે આ બાતમીના આધારે વેબસાઇટ અકિલા ચેક કરી દરોડા પાડ્યા હતા. પોલીસે હોટલ સગુન રેસીડેન્સી અને અર્થ કોમ્પલેક્ષમાં દરોડા પાડીને 4 યુવતી અને છ યુવકો સહિત  કુલ 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે દરોડ પાડીને તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. અકીલા જેમાં પોલીસને 6 મોબાઇલ ફોન, એક એક્ટીવા, અને કોન્ડમના  પેકેટો પણ પોલીસે પોતાના કબજામાં લીધા છે. આ કુલ 93 જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ તમામ દલાલો ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવતા હતા. જે  ગ્રાહક સંપર્ક કરે તેને વોટ્સએપ દ્વારા ફોટા સહિત તમામ માહિતી મોકલી આપતા હતા. આ દલાલો એકવારથી લઈને ફુલ નાઇટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવતા હતા. આ માટે તેઓ 3000થી લઈને 15000 જેટલી રકમ વસુલ કરતા હતા. વડોદરા શહેર પોલીસની એસ.ઓ.જી ની ટિમ ને શંકા હતી કે શહેરમાં ઈન્ટરનેટના માધ્યમથી હાઇપ્રોફાઇલ  સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ઈન્ટરનેટ પર ચાલતી વેબસાઈટ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્રણ શંકાસ્પદ  વેબસાઈટ પર સર્ફિંગ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પહેલા તો પોલીસની ટીમે આ ત્રણેય વેબસાઈટ પર સર્ફિંગ કરી એજન્ટો ના નંબર મેળવ્યા. ત્યારબાદ વોટ્સએપના માધ્યમથી ચિરાગ દુધાત નામનો ઈસમ પોલીસના સંપર્કમાં આવ્યો. ભાવતાલ નક્કી કર્યા પછી પોલીસકર્મી ગ્રાહકના સ્વાંગમાં એક હોટલમાં યુવતીને મોકલી આપવાનું કહ્યું. સપ્લાયરે યુવતી મોકલી આપી હતી. ત્યારે જ પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી અને યુવતીના નિવેદનને આધારે શહેરના અક્ષરચોક તેમજ ગોત્રીના અર્થ કોમ્પ્લેક્સ ના ફ્લેટ નંબર 201 માં ચાલતા હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ નો પર્દાફાશ કર્યો હતો. પોલીસે યુવતીઓ સહિત આ તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે. તેમની પાસેથી 6 મોબાઈલ,એક એક્ટિવા,સહિત કુલ 93.110 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ગુજરાત બહાર પણ ચાલતું હોવાની પોલીસને શંકા છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles