વડોદરા છેલ્લા 12 દિવસથી પાણીની લાઇનમાં લીકેજથી હજારો લીટર પાણી વેડફાઈ ગયું

HM News
2 Min Read

વડોદરા,તા. 2 મે 2022,સોમવાર : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ પાછળ ભાગ્ય લક્ષ્મી નગર પાસે છેલ્લા 12 દિવસથી પાણીની લાઇન લીકેજ છે.જેથી રોજનું હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.એક બાજુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીની ફરિયાદો નો તાત્કાલિક નિકાલ કરવાની દિશામાં કામ કરી રહી હોવાની મોટી મોટી વાતો કરી રહી છે, અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાની ઝૂંબેશ ચાલુ રહેશે તેવા દાવા કરે છે.બીજી બાજુ સરદાર એસ્ટેટ પાસે પાણીની લાઈનની લીકેજ અંગે તારીખ 18મી એ ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

આમ 12 દિવસ દરમિયાન હજારો લીટર ચોખ્ખું પાણી નકામુ ગટરમાં વહી ગયું છે.કોર્પોરેશન દ્વારા પાણીની ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં લોકો દૂષિત પાણી અંગે, લાઇન લીકેજ અંગે, પાણી પૂરતું પ્રેશર ન મળતું હોવા મુદ્દે ફરિયાદો કરી રહ્યા છે.બીજી બાજુ આ રીતે લાઈન લીકેજને કારણે પાણી નો બગાડ થઈ રહ્યો હોવાથી લોકોને પાણી પ્રેસરથી મળતું નહીં હોવાથી ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોજ રોજ પાણીની લાઇન લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદો સતત થતી રહી છે.આમ છતાં તંત્ર દ્વારા લીકેજના બનાવો શોધવામાં નિષ્ફળતા મળી રહી છે.વિરોધ પક્ષ પણ કહે છે કે પાણીની ફરિયાદોના નિકાલ માટે બનાવવામાં આવેલો કંટ્રોલરૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *