વડોદરાના રણોલી વિસ્તારમાં દલિત યુવક ઉપર અત્યાચારના બનેલા બનાવવામાં કોંગ્રેસના ધારાસભ્યની ધમકી બાદ આખરે જવાહર નગર પોલીસે ત્રણ યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.રણોલીમાં રહેતા દલિત યુવકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તેના ઘરે જઈ માતાને પણ ધોલધાપટ કરવામાં આવી હતી.જે બનાવો અંગે જવાહર નગર પોલીસે દલિત મહિલાની ફરિયાદ લેવાને બદલે તેમને ધમકાવતા કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત આગેવાને પોલીસ કમિશનર સામે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
આખરે આજે કોંગ્રેસના આગેવાનો આંદોલન ચાલુ કરે તે પહેલા ગઈ મોડી રાતે જવાહર નગર પોલીસે દલિત મહિલાની ફરિયાદ નોંધી જય પટેલ,જલા પટેલ અને જલા પટેલના સાળા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Post Views: 4