વડોદરા : પોતાના વિવાદિત નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહેતા વડોદરા જિલ્લાનાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવી ગયા છે.ગુજરાતના ધારાસભ્યોમાં મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતા તરીકેની છે,વિવાદો સાથેનો તેમનો નાતો પણ ઘણો જૂનો છે.પાદરા ખાતે આયોજિત અન્નોત્સવનાં કાર્યક્રમમાં સંબોધન કરતાંમધુ શ્રીવાસ્તવે જાહેરમંચ પરથી અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે, “જે અધિકારીઓ કામ કરતા નથી તેમને ચૌદમું રતન બતાવી દેવામાં આવશે”.
મધુ શ્રીવાસ્તવ આ અગાઉ પણ “પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે” એવું નિવેદન આપી ચુક્યા છે.જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી એ હવે મધુ શ્રી વાસ્તવ માટે સામાન્ય થઇ ચુક્યું હોય એવું લાગે છે.તેમના બેફામ નિવેદન સામે પક્ષ કોઈ પગલાં ભરતો નથી જેથી તેઓ ઈચ્છે ત્યારે બેફામ નિવેદન કરી મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની જાય છે.પ્રજાના પ્રિતિનિધિ તરીકે એમનું નિવેદન કેટલી રીતે યોગ્ય છે એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


