By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા : ભાજપ મહિલા કાઉન્સિલરના પિતાનું વધુ એક તુમાખી ભર્યું વર્તન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા : ભાજપ મહિલા કાઉન્સિલરના પિતાનું વધુ એક તુમાખી ભર્યું વર્તન
GeneralVadodara

વડોદરા : ભાજપ મહિલા કાઉન્સિલરના પિતાનું વધુ એક તુમાખી ભર્યું વર્તન

HM News
Last updated: 04/09/2021 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરનાં પિતાની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વહીવટી વોર્ડ.નં 7 નાં મહિલા કાઉન્સિલર ભુમિકા રાણાનાં પિતાએ પાલિકાની વોર્ડ ઓફિસમાં ઘસી જઇ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે તકરાર કરી અપશબ્દો બોલતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી પાલિકાની વહીવટી વોર્ડ નં.7ની કચેરી ખાતે મહિલા કાઉન્સિલર ભુમિકા રાણાનાં પિતા નરેશ રાણાએ તેમનાં વિસ્તારમાં સફાઇ બાબતે વોર્ડ ઓફિસનાં સફાઇકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરી હતી.વહીવટી કચેરી ખાતે પોતાની કાઉન્સિલર પુત્રી સાથે ધસી જઇ નરેશ રાણાએ સેનેટરી ઇન્સપેક્ટર કલ્પેશ મકવાણા સાથે તકરાર કરી હતી.પુત્રી કાઉન્સિલર હોવાનો રોફ જમાવી નરેશ રાણાએ ઉગ્ર બોલાચાલી કરી સેનેટરી ઇન્સપેક્ટરને ગાળો ભાંડતાં મામલો ઉગ્ર બન્યો હતો.ભાજપનાં મહિલા કાઉન્સિલરનાં પિતાની ઉદ્ધતાઇ અને ગેરવર્તુણુંકને પગલે સેનેટરી ઇન્સપેક્ટર આ મામલે પોલીસ ફરિયાદ કરવાં કારેલીબાગ પોલીસ મથકે ધસી ગયાં હતાં.પિતા સામે પોલીસ ફરિયાદની તજવીજ થતાં કાઉન્સિલર ભુમિકા રાણા પણ પોલીસ મથકે પહોંચ્યાં હતાં.તેમની સાથે પોતાનાં સાથી કાઉન્સિલરનાં પિતાને બચાવવા વોર્ડનાં જ ભાજપનાં વિવાદિત મહિલા કાઉન્સિલર શ્વેતા ચૌહાણ તેમજ વોર્ડનાં ભાજપનાં હોદ્દેદારો પણ પોલીસ મથકે દોડી ગયાં હતાં. સરકારી અધિકારી સાથે સામે રોફ જમાવનાર કાઉન્સિલરનાં પિતાને બચાવવા સમાધાનકારીની ભુમિકા ભજવી હતી.જો કે, અંતે સમાધાન થયું હતું.

અત્રે નોંધનીય છે કે અગાઉ પણ ગંદકી મુદ્દે ભૂમિકા રાણાના પિતાએ વોર્ડ ઓફિસમાં જઈ કચરો ઠાલવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.આ ઘટના સમયે સ્થળ પર હાજર વોર્ડ ઓફિસર મગનભાઇ વણઝારાએ મહિલા કાઉન્સિલરના પિતાના વર્તન સામે નારાજગી દર્શાવી છે.

સુરતની એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો અંગે મોટો નિર્ણય
ડાંગ જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે મતદાન મથકોની આસપાસના ૨૦૦ મિટરના વિસ્તારમા કેટલાક કાર્યો ઉપર પ્રતિબંધ
નર્મદ યુનિ.ની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં એ.સી બંધ : વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાય છે
ગુજરાત શિક્ષણ બોર્ડની પાંચેય સમિતિના નવા સભ્ય નિમાયા
રાજસ્થાનમાં ગેહલોતની મિટિંગમાં 90 ધારાસભ્યો પહોંચ્યા : કાર્યાલયમાંથી પાયલોટના પોસ્ટર હટાવ્યા : હકાલપટ્ટી નક્કી !!
Share This Article
Facebook Email Print
Previous Article ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!
Next Article GST કરદાતાઓ માટે મોટી જાહેરાત મુદત વધી, જૂના રિટર્ન ભરવાના બાકી હોય તે ખાસ વાંચે, માત્ર ₹ 500 પેનલ્ટી વસૂલી દંડ માફીનો અપાશે લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up