વડોદરા,તા. 4 મે 2022,બુધવાર : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ વડોદરા શહેરના ભાજપ પ્રમુખની અધ્યક્ષતા માં તથા અને ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં સમિતિની શાળાઓના ધોરણ 8માંથી ઉત્તીર્ણ થઈ ધોરણ-9 ના આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રવેશસંબંધી સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન ભાજપ શહેર પ્રમુખએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 8 ના 40 હજાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ધોરણ 9 માં પ્રવેશ કર્યો છે.આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિના કારણે એડમિશન લેતા નથી.તો ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી.ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય છે તો કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ ના હોય અન્ય પ્રકારની ટ્રેનિંગમાં રસ ધરાવે છે.પરંતુ માહિતીના અભાવ સાથે આર્થિક ક્ષમતા નબળી હોવાના કારણે સમસ્યા ઉદભવે છે.વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા માટે ભાજપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓના ડેટા એકત્રિત કર્યા બાદ વર્ગીકરણ સાથે ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે.વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવા માટે ભાજપ સતત પ્રયત્નશીલ છે.અને પક્ષના માધ્યમથી ખર્ચની વ્યવસ્થા પણ ઊભી કરાશે.ભણવામાં રસ હોય તેવા વિદ્યાર્થીઓની એડમિશનની પ્રક્રિયા હાથ ધરી છે.જ્યારે અન્ય સ્કિલમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને સરકારી તથા પ્રાઈવેટ આરટીઆઈ પ્રવેશની પ્રક્રિયા હાથ ધરી છે.