By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વતનથી આવ્યા તે રાતે જ જેઠ હેવાન બન્યો : સચિનમાં કામધંધા માટે આવેલા કૌટુંબિક ભાઇની પત્ની સાથે જેઠનું દુષ્કર્મ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વતનથી આવ્યા તે રાતે જ જેઠ હેવાન બન્યો : સચિનમાં કામધંધા માટે આવેલા કૌટુંબિક ભાઇની પત્ની સાથે જેઠનું દુષ્કર્મ
GeneralSurat

વતનથી આવ્યા તે રાતે જ જેઠ હેવાન બન્યો : સચિનમાં કામધંધા માટે આવેલા કૌટુંબિક ભાઇની પત્ની સાથે જેઠનું દુષ્કર્મ

HM News
Last updated: 04/06/2022 7:02 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સચિન વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના યુવાને કામધંધા માટે વતનમાં રહેતા કૌટુંબિક ભાઇ અને તેની પત્નીને સુરત બોલાવ્યા બાદ ભાઇની પત્નીને પોતાની હવસનો શિકાર બનાવી ધાક-ધમકી આપ્યાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના બહરી તાલુકાના ચમરહદી ગામમાં રહેતો રવિશંકર હિંચલાલ કુસ્વાહ છેલ્લા કેટલાક સમયથી સચિનમાં સ્થાયી થઇ સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરી કરતો હતો.ગત માર્ચ મહિનામાં રવિશંકરે વતનમાં રહેતા તેના કૌટુંબિક ભાઇને ફોન કરી કામધંધા માટે વતન કરતા સુરતમાં ઘણી તક છે,વતન કરતા સારો પગાર મળશે,બચત પણ થશે અને પરિવારનું ગુજરાન પણ ચાલશે એમ કહી સુરત આવવા દબાણ કર્યુ હતું.જેથી કૌટુંબિક ભાઇ અને તેની પત્ની ગત 16 માર્ચે સુરત આવ્યા હતા અને સચિનમાં રહેતા રવિશંકરના ઘરે રોકાયા હતા. જયાં રાતે રવિશંકર અને તેનો કૌટુંબિક ભાઇ ઘરની બહાર સુતેલા હતા.જયારે કૌટુંબિક ભાઇની પત્ની રૂમની અંદર સુતેલી હતી તે તકનો ગેરલાભ લઇ મધરાતે રવિશંકર રૂમમાં જઇ નાના ભાઇની પત્નીને ધાક-ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું.

રવિશંકરે માત્ર એક વખત નહીં પરંતુ તેના કૌટુંબિક નાના ભાઇને ગેરહાજરીમાં પાંચથી છ વખત ધાક-ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું.જો કે ગત 5 મે ના રોજ રવિશંકર વતન ગયો ત્યારે તેને શંકા ગઇ હતી કે નાના ભાઇની પત્ની સાથેના કુકર્મની જાણ થઇ જશે એટલે વતન ગયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.જયારે બીજા દિવસે વતન પહોંચેલા કૌટુંબિક ભાઇને તેની પત્નીએ રવિશંકરે આચરેલા કુકર્મની જાણ કરતા વતન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જયાંથી ફરિયાદ સુરતના સચિન પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

કોમોડિટી ટ્રેડિંગ કરતી કંપનીનું 100 કરોડનું ઉઠામણું, રોકાણકારોના કરોડો ફસાયા
દીપક ચાહરને પુનઃ ફિટનેસ મેળવતા પાંચ સપ્તાહ લાગી શકે
એક સમયે ગણાતો હતો પુતિનનો વિશ્વાસુ, હવે તેણે જ કરી દીધો બળવો : જાણો કોણ છે યેવગેની વિક્ટોરવિચ પ્રિગોઝિન
સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો : બપોર સુધીમાં નવા 76 કેસ
સુરતમાં ભાજપના 500 કાર્યકરોએ કેસરિયો છોડી આપમાં જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article નિકોલમાં વ્યાજની વસૂલાત માટે યુવક ઉપર તલવાર, પાઇપથી ખૂની હુમલો
Next Article મુંબઈ એરપોર્ટ પર વિદેશી મહિલાના શરીરમાંથી 3 કરોડનું હેરોઇન-કોકેન પકડાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up