By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર
GeneralVadodara

વધુ એક સ્વામીનારાયણ મંદિરના સ્વામિ આવ્યા વિવાદમાં, 26 વર્ષીય પરણિતાને લઈને ફરાર

HM News
Last updated: 22/02/2021 9:26 AM
HM News
4 years ago
Share
SHARE

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં વર્ષોથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે મંદિરના સંચાલનને લઈને ઝઘડો ચાલી રહ્યો છે.આ ઝગડો સાધુની હત્યા અને હત્યાના પ્રયાસ સુધીપહોંચ્યો છે.ત્યારે હવે આ જ મંદિરના સાધુની એક કરતૂત સામે આવી છે. જેને લઈને વડતાલ સ્વામીનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મંદિરના સ્વામી 26 વર્ષીય પરિણીતા સાથે ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેવો આક્ષેપ મહિલાના પતિએ લગાવ્યા છે.

મહિલાના પતિનો આક્ષેપ છે કે સ્વામી મારી પત્ની સાથે ભાગી ગયા છે.આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. મહિલાના પતિએ પોલીસ પર પણ આક્ષેપ કરતા કહ્યું છે કે પોલીસ કોઈ પગલાં નથી ભરી રહી.મહિલાના પતિએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સ્વામી પોતાની હવસ સંતોષાયા બાદ તેની પત્નીની હત્યા કરીને લાશ સગેવગે કરી દેશે.

વડતાલ સ્વામીનારાયણ મંદીરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે ત્યારે મંદિરના આસપાસના વિસ્તારમાંથી એક 26 વર્ષની પરિણીતા ગુમ થઈ છે.મહિલા ગુમ થઈ હતી તે દિવસથી જ મંદિરના મુખ્ય કોઠારી આધારસ્વરૂપ સ્વામી પણ ગુમ થયા છે. જે બાદ હિલાના પતિએ આક્ષેપ લગાવ્યો છે કે આધારસ્વરૂપ સ્વામી જ તેની પત્નીને લઈને ફરાર થયા છે.

મંદિરના તંત્રએ જ્યારે સ્વામીના રૂમની તપાસ કરી તો ત્યાંથી સ્વામીનો સામાન પણ ગાયબ થયો હતો.વધુ તાપસ કરતા સ્વામીનો મોબાઇલ નંબર પણ બંધ આવી રહ્યો છે.જ્યારે મહિલાનો મોબાઇલ નંબર પણ બંધ છે.આ જાણકારી મળ્યા બાદ મહિલાના પતિએ પોલીસને જાણ કરી હતી.પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

મહિલાના પતિની ફરિયાદ પ્રમાણે તેની પત્ની આઠમી ફેબ્રુઆરીથી ગાયબ થઇ છે.આ મામલે ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે 10મી ફેબ્રુઆરીના રોજ પત્ની ગુમ થઈ હોય તેવી જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે.પતિએ કરેલી પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે આધારસ્વરૂપ સ્વામી તેની પત્નીને મોહજાળમાં ફસાવીને ફરાર થયા છે.ઉપરાંત તેઓ પોતાની હવસ સંતોષાયા બાદ પત્નીની હત્યા કરી નાખશે.

ભાગવતના ‘મુસ્લિમ’વાળા નિવેદન પર સંઘના કાર્યકરોનો પ્રશ્ન, શું ગોલવેલકરના સમયમાં આવું હતું?
સુરતમાં આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે ઝેર ગટગટાવ્યું
અમેરિકન મુસ્લિમ દંપતિએ મહાદેવજીના મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે કર્યા લગ્ન
પાટણમાં 1984થી ભાજપના જૂના કાર્યકરે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું : આક્ષેપ કર્યો કે, પાર્ટીમાં ભાજપના જુના કાર્યકર્તાઓ અકળાઈ રહ્યા છે
જેલમાં ધમાલ મચાવવાની એફઆઈઆર રદ કરાવવા ઈન્દ્રાણીની હાઈકોર્ટમાં અરજી
Share This Article
Facebook Email Print
Previous Article હળવદ તાલુકા ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જયરાજસિંહ નિમાયા
Next Article સુરત : અલ્પેશ કથીરિયા સહિત 150ના ટોળા સામે ગુનો, મતદાન સમયે પાસ અને BTPના કાર્યકરો વચ્ચે થયું હતું ઘર્ષણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up