અમદાવાદ : કેન્દ્ર સરકાર પોતાનાં દેવામાં વૃદ્ધિ કરશે તો ભારતીય બોન્ડ વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.બ્લૂમબર્ગના એક સર્વેક્ષણમાં 16 વેપારીઓમાંથી 10 અનુસાર સરકાર ઓક્ટોબર-માર્ચના સમયગાળા માટેના નવા ઋણમોં અંદાજ 5 લાખ કરોડ રૂપિયાથી વધારીને 6 લાખ કરોડ રૂપિયા કરી શકે છે.
રિઝર્વ બેંકે સતત ઊંચા ફુગાવા વચ્ચે પણ પોતાના પોલિસી રેટને યથાવત રાખવાનો નિર્ણય કરતા આર્થિક સ્થિતિ વધુ કફોડી બને તેવી શક્યતા છે.મુંબઈ સ્થિત કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર લક્ષ્મી ઐયરે જણાવ્યું હતું કે રેટ કટ સિવાયના બેક ઈનની સાથે બજારમાં ઉધાર કેલેન્ડરની રાહ જોવાઈ રહી છે.બીજી તરફ RBI પોલિસીમાં સંકેત છે કે વધારાના વેચાણ માટે કોઈ ગેમ પ્લાન નહીં હોય તો સરકાર ઉધાર લેશે જેનાથી સમગ્ર બજારને ભારે આંચકો લાગી શકે છે.
બ્લુમબર્ગની ગણતરી અનુસાર સરકાર વર્તમાન 12 લાખ કરોડ રૂપિયાને બદલે ચાલુ વર્ષે દેવા પેટે રેકોર્ડ 13 લાખ કરોડ ઉભા કરી શકે છે.આ બાજુ ICICI સિક્યુરિટીઝ પ્રાઈમરી ડીલરશીપને આશા છે કે વર્ષના બીજા છમાસિકમાં રાજ્યોને 6 લાખ કરોડથી વધુની લોન મળી શકે છે જે પાછલા 6 માસ કરતાં બમણું છે. સપ્લાયની ગડબડી વચ્ચે બોન્ડ માર્કેટ પર ખેંચાણ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે.ભૂતકાળમાં સાત દેવાની હરાજીમાંથી ચારને બચાવવા માટે અન્ડરરાઇટરનું પગલું ભરવું પડ્યું હતું.બેંચમાર્ક 10 વર્ષના બોન્ડની ઉપજમાં પણ વધારો થઈ રહ્યો છે.