– અગાઉ ગ્રામ્ય ક્ષેત્રની ૯૮ કચેરીઓ ચાલુ કરાયેલ : કુલ ર૧ર કચેરીઓને મંજુરી : જે તે જિલ્લા નિરીક્ષકે કલેકટરની પરવાનગી લેવી જરૂરી : દસ્તાવેજ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ફરજીયાત
રાજયમાં હાલ જયાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયાની કામગીરી ચાલુ છે તેવી ગ્રામ્ય વિસ્તારની ૯૮ ઉપરાંત ગ્રીન ઝોનની રપ અને ઓેરેન્જ ઝોનની ૮૯ મળી કુલ ર૧ર સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ,મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરૂ કરવા રાજય સરકારે નિર્ણય લીધો છે.આ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઇ શકાશે.રાજય નોંધણી સર નિરીક્ષક દિનેશ પટેલ (આઇ.ઓ.એસ.)ની સુચનાથી આ અંગે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.સબ રજીસ્ટ્રારને કોવિડ-૧૯ અંગેના સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ સેનીટાઇઝેશન સહિતના તકેદારીના તમામ પગલા લેવા પણ સુચના આપવામાં આવી છે.જે તે જિલ્લાના નોંધણી નિરીક્ષકે જે તે જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવા માટે કલેકટરનો પરમર્શ કરીને મંજુરી મેળવી લેવાની રહેશે તેમજ કલેકટર નોંધણી કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી ચાલુ કરવા માટે યોગ્ય જણાયે તાત્કાલિક મંજુરી આપવાની રહેશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્રોમાં જણાવેલ કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાં જો સબ રજીસ્ટ્રાર કચેરી આવતી હશે તો ચાલુ કરવાની રહેશે નહીં તેમજ કોઇ સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ/ કન્ટેઇન્મેન્ટ જાહેર થયેથી જે તે કચેરી તુરંત જ બંધ કરવામાં આવશે.
પક્ષકારોએ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ ફરજીયાત લેવાની રહેશે.ઓનલાઇન ઇ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઇ શકશે. દરેક વ્યકિતના થમ્બ અને ફોટો કેપ્યરીંગ લેતા પહેલા ડીવાઇસનો તથા વ્યકિતના થમ્બને સેનીટાઇઝ કરવાનું રહેશે.બે વ્યકિતઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી.કચેરીઓને સેનીટાઇઝ કરવા માટે જે તે જિલ્લા/ તાલુકાના સ્થાનિક સંબંધિત વહિવટી તંત્રને જણાવી ફયુમીગેશન/ સેનીટાઇઝેશન/ થર્મલ સ્કેનીંગ કરાવવુ વગેરે સૂચના અપાયેલ છે.


