[weather_data]
Breaking News
TRENDING NEWS

વન વિભાગ વિરુદ્ધ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ MLA મંગળ ગાવીત આમરણાંત ઉપવાસ પર બેઠા

[updated_date] [post_views]

Table of Content

વનવિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આમરણાંત ઉપવાસ પર બેઠા

સાપુતારા : ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતને વનવિભાગ દ્વારા થતી હેરાનગતિને કારણે આમરણાંત ઉપવાસ પર બેસવાની નોબત ઉભી થવા પામી છે.ડાંગ વન વિભાગ દ્વારા જંગલ જમીન પર કબજો કર્યો હોવાના આક્ષેપ કરી હેરાન કરતા જીલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.આમરણાંત ઉપવાસ પર બેઠેલા મંગળભાઇ ગાવિતની તબિયત લથડતા ડોક્ટરની ટીમ તહેનાત કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ દ્વારા 2 માસ પૂર્વે દંડાત્મક કાર્યવાહી બાદ પણ વારંવાર ખોટી રીતે સ્થળ ઉપર આવી માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી.

​​​​​​​ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે વનવિભાગ સામે ન્યાય માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે,વહેલી સવારે આત્માવિલોપનની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા જોકે અવારનવાર થતી હેરાનગતિ સામે કાયમી ઉકેલ લાવવા હવે મંગળ ગાવીતે આમરણાંત ઉપવાસનો સહારો લીધો છે.ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા માર્ગ ઉપર સાકરપાતળ રેન્જ વિસ્તારમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પોતાના કાચા ઢાબાની જગ્યાએ પાકી હોટેલ બનાવવા જમીન લેવલનું કામ કરાવી રહ્યા છે.આ કામ દરમિયાન 6 મહિના પહેલા વનવિભાગ દ્વારા વનવિભાગની જમીન ઉપર ખોદકામ કર્યું હોવાની ફરિયાદ સાથે રૂપિયા 15,000 જેટલો દંડ કરવામાં આવ્યો હતો.જોકે આ કાર્યવાહી બાદ ફરી આજરોજ દક્ષિણ વનવિભાગ કોઈપણ નોટિસ આપ્યા વગર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી,જેને લઈને મંગળ ગાવીતે અધિકારીને સવાલ કર્યા હતા અને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનું જણાવી દોરડા વડે સ્થળ ઉપર આત્મવિલોપન કરવાની ચીમકી આપતા વન કર્મીઓ સ્થળેથી નાસી છૂટ્યા હતા.

વન વિભાગ દ્વારા છેલ્લા 6 મહીનાથી અવારનવાર આ મુજબ હેરાનગતિ કરાતી હોય કાયમી નિકાલ લાવવા સવારે 10 વાગ્યાથી ધોમધગતા તાપમાં મંગળ ગાવીત આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા છે.આત્મવિલોપનની ચીમકીને લઈને વઘઇ પોલીસ સ્થળ ઉપર આવી મંગળ ગાવીતને સમજાવવા પ્રયત્ન કર્યા હતા.જોકે મંગળ ગાવીતે જોઈન્ટ સર્વે કરી યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરવા જણાવ્યું છે. નજીકની બીજી તરફ સાકરપાતળ રેન્જમાં પણ કોઈ વનકર્મીઓની હાજર નથી જ્યારે વનઅધિકારી પણ તેઓની કચેરીમાં જોવા મળ્યા નથી.જયારે લખાય છે ત્યા સુધી ડાંગના માજી ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખ મંગળભાઇ ગાવિતને વન વિભાગ થકી થતી હેરાન ગતિ મુદે 7 કલાકથી ભર તાપમાં આમરણ ઉપવાસ પર બેઠેલામંગળભાઇને ન્યાય મળે એ માટે ડાંગ ધારસભ્ય વિજય પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સ્થળ પર ઊમટી પડ્યા જયારે ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા મંગળભાઇ ગાવિતને સમજાવટ પટાવત માટે વન વિભાગ ઉચ્ચ અધિકારી અને દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ નિલેશ પંડયા પહોંચ્યા હતા પણ સમજાવટ પટાવત પહેલા જ મંગળભાઇ ગાવિતના સમર્થકો આક્રોશમાં આવી જતા ચકમક થાય એ પહેલા વન વિભાગ અધિકારી સ્થળ છોડી પરત ફરવાની નોબત ઉભી થવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles