સુરત : વરસાદ બંધ રહેતા કુલ 3844 ચોરસ મીટર વિસ્તારમાં રિપેરીંગ શરૂ કરાયું:જોકે,કેટલાક સ્થળે ખાડા યથાવત(પ્રતિનિધિ દ્વારા)સુરત,શુક્રવાર સુરત મ્યુનિ.એ વરસાદમાં તુટી ગયેલા રસ્તા રીપેર કરવાની કામગીરી શરૂ કરી છે હાલમાં પાલિકાએ શહેરના જુદા જુદા 118 રસ્તાના રીપેરીંગ માટે 540 મેટ્રીક ટન વિવિધ મટીરીયલનો ઉપયોગ કયી છે.તેમ છતાં હજી શહેરના અનેક રસ્તા પર ખાડા યથાવત જોવા મળી રહ્યાં છે.
સુરતમાં વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગ સહિત અનેક રસ્તાઓ તૂટી ગયાં હતા અને કેટલાક રસ્તા પર મોટા ખાડા પણ પડી ગયાં હતા.આ અંગે લોકોની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્રએ વરસતા વરસાદમાં તૂટેલા રસ્તા રીપેર કરવા અને ખાડા પુરવાની કામગીરી શરુ કરી છે.એક જ દિવસમાં સુરત પાલિકાએ શહેરના 118 રસ્તા પર રીપેરીંગની કામગીરી પુરી કરી હોવાનો દાવો કર્યો છે.આ કામગીરીમાં કુલ 540.15મે.ટન જી.એસ.બી છારૂ મટીરીયલનો ઉપયોગ કરી રસ્તા રીપેર કરાયા હતા.અને કુલ 3844 ચો.મી વિસ્તારમાં રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.પાલિકાના આ દાવા પછી પણ શહેરના અનેક સંતાઓ પર ખાડા યથાવત જોવા મળી રહ્યાં છે.

