સુરત : સુરત શહેરમાં ગત રાત્રીથી વરસાદ શરૃ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઇને 32.2 ડિગ્રી નોંધાયુ હતુ.હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ રવિવારે સુરતનું અધિકત્તમ તાપમાન 32.2 ડિગ્રી,લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા,હવાનું દબાણ 1002.9 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. ગત દિવસોમાં સુરત શહેરનું તાપમાન 34 ડિગ્રીની આજુબાજુ નોંધાતુ હતુ.વરસાદી વાતાવરણ શરૃ થતા જ ઠંડકના પગલે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી રાહત અનુભવાઇ હતી.

