By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વરસાદ ખેંચાતાં સોમવારથી ૧૦ ટકા પાણીકાપ શરૂ થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વરસાદ ખેંચાતાં સોમવારથી ૧૦ ટકા પાણીકાપ શરૂ થશે
GeneralMumbai

વરસાદ ખેંચાતાં સોમવારથી ૧૦ ટકા પાણીકાપ શરૂ થશે

HM News
Last updated: 25/06/2022 5:15 AM
HM News
3 years ago
Share
SHARE

ગયા ચોમાસાની સરખામણીએ અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ વરસાદ જળાશયોની આસપાસ પડ્યો હોવાથી બીએમસીએ પાણીકાપ લાદવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.ચોમાસું ખેંચાવાની સાથે અત્યાર સુધી છૂટોછવાયો વરસાદ જ નોંધાયો હોવાથી મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટવાથી બીએમસીએ સોમવાર એટલે કે ૨૭ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો છે.ગયા ચોમાસાની સરખામણીએ અત્યાર સુધી માત્ર ૩૦ ટકા જ વરસાદ જળાશયોની આસપાસ પડ્યો હોવાથી બીએમસીએ પાણીકાપ લાદવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.પાણીની તંગી ન વર્તાય એ માટે બીએમસીએ શહેરજનોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે.

બીએમસીએ આપેલી માહિતી મુજબ મુંબઈને અપર વૈતરણા,મોડકસાગર,તાનસા,મધ્ય વૈતરણા,ભાત્સા,વિહાર અને તુલસી એમ સાત જળાશયોમાંથી દરરોજ સરેરાશ ૪૦૦૦ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.વર્ષ દરમ્યાન આ જળાશયોમાં ૧૪.૪૭ લાખ એમએલડી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.જૂનો મહિનો પૂરો થવામાં છે અને વરસાદ ખેંચાતાં આ જળાશયોમાં અત્યારે ૯.૭૭ ટકા એટલે કે ૧.૪૧ લાખ એમએલડી પાણી એટલે કે માત્ર ૩૫ દિવસ ચાલે એટલું જ પાણી જ છે.

આથી બીએમસીએ ૨૭ જૂનથી ૧૦ ટકા પાણીકાપ લાદવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.સામાન્ય રીતે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયા સુધી મુંબઈ તેમ જ આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડતો હોવાથી થાણે અને આસપાસમાં આવેલાં જળાશયોમાં નવા પાણીની સારી આવક થાય છે.જોકે આ વર્ષે પાણીની આવકની સામે વધુ જાવક થઈ રહી છે એટલે પાણીકાપ લાદવામાં આવ્યો છે.

અમદાવાદઃ ટોચની ટાઈલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનિટો લિ.ના પરિસરોમાં ITનો દરોડો
ર૦ લાખનું લાંચ પ્રકરણઃ મનસુખ શાહનું નામ ચાર્જશીટમાં યથાવત રાખવા સુપ્રિમ કોર્ટનો આદેશ
ભાજપ નેતા ગઝનીએ ઈદમાં ભગવા કપડામાં ઈદગાહમાં નમાઝ પઢી
પુતિને ન્યુક્લિયર ડિફેન્સ ફોર્સ એલર્ટ કરતાં સ્થિતિ વણસી
માલધારીઓના વિરોધ વચ્ચે સુરતમાં દૂધ લેવા લોકોની પડાપડી
Share This Article
Facebook Email Print
Previous Article શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન
Next Article આતા કસં વાટતંય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up