- પોતાના નામે આઇડી જોઇ ચોંકી ગઇઃ પતિને જાણ કરવાની સાથે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી
સુરત : વરાછા વિસ્તારની પરિણીતાના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટો અપલોડ કરવાની સાથે બિભત્સ વિડીયો અને કોમેન્ટ કરી બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિરૂધ્ધ સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના વરાછા વિસ્તારમાં રહેતી પરિણીતા રવીના(ઉ.વ. 28 નામ બદલ્યું છે)ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ગત સપ્ટેમ્બર મહિનામાં ફ્રેન્ડ સજેશનમાં તેના જ નામના આઇડી જોવા મળ્યું હતું.પોતાના નામનું આઇડી હોવાથી તુરંત જ આઇડી ઓપન કરી જોતા તેમાં રવીનાના પોતાના જ ફોટો અપલોડ કર્યા હતા.ઉપરાંત ઇન્સ્ટાગ્રામની આઇડી સ્ટોરીમાં બિભત્સ વિડીયો અને કોમેન્ટ સાથે ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા.જેથી રવીનાએ તુરંત જ આ અંગેની જાણ તેના પતિને કરી હતી અને સાયબર ક્રાઇમમાં અજાણ્યા વિરૂધ્ધ અરજી કરી હતી.સાયબર ક્રાઇમે આ અંગે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે સાયબર ક્રાઇમ પી.આઇ તરૂણ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી છે અને નજીકના દિવસોમાં પરિણીતાને બદનામ કરનારને ઝડપી પાડવામાં આવશે.
વરાછાની પરિણીતાના નામે ફેક ઇન્સ્ટા આઇડી બનાવી બિભત્સ ફોટો મુકયા

Leave a Comment