વરાછામાં ઇશ્વરકૃપા 3 રસ્તા પાસે આહિર સમાજની વાડી પાસે રસ્તા પર પાર્ક જીજે-05-આરસી-1685 નંબરની રેનોલ્ટની ક્વીડકારમાં આગ લાગી હતી.ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયર બ્રીગેડ આગ બુઝાવવા ગઈ હતી.ત્યારે કારમાંથી દારૂની ભરેલી 62 બાટલી અને 5 ખાલી મળી હતી.બોનેટની નીચે પણ બાટલીઓ સંતાડી રાખી હતી. પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.પોલીસની તપાસમાં આ નંબર પ્લેટ બોગસ નીકળી હતી.


