By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વરાછા ઝોને અનામત પ્લોટ પર થયેલા દબાણો દૂર કરાવ્યા પણ લેન્ડ ગ્રેબિંગ કેસ ન કર્યો, અધિકારીની જવાબદારી પણ નક્કી ન કરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વરાછા ઝોને અનામત પ્લોટ પર થયેલા દબાણો દૂર કરાવ્યા પણ લેન્ડ ગ્રેબિંગ કેસ ન કર્યો, અધિકારીની જવાબદારી પણ નક્કી ન કરાઈ
GeneralSurat

વરાછા ઝોને અનામત પ્લોટ પર થયેલા દબાણો દૂર કરાવ્યા પણ લેન્ડ ગ્રેબિંગ કેસ ન કર્યો, અધિકારીની જવાબદારી પણ નક્કી ન કરાઈ

HM News
Last updated: 26/05/2022 8:32 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.26 મે 2022, ગુરૂવાર : સુરત મહાનગર પાલિકાના અનામત પ્લોટ પર ગેરકાયદે દબાણ કરીને પે એન્ડ પાર્ક ચાલતું હોવાની ફરિયાદ બાદ તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે અને આ દબાણ દુર કરાવાયા છે.પરંતુ લાંબા સમયથી પાલિકાના પ્લોટ પર ગેરકાયદે કબજો કરીને પે એન્ડ પાર્ક બનાવી થતાં ઉઘરાણા સામે કોઈ પગલાં ભર્યા નથી.આ કિસ્સામાં બેદકારી દાખવનારા અધિકારીઓ સામે પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોય આવી નબળી કામગીરીને કારણે પાલિકાના પ્લોટ પર ગેરકાયદે દબાણ બે રોક ટોક થઈ રહ્યાં છે.ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ પાલિકા, નગર પાલિકાના પ્લોટ પર કે સરકારી જગ્યામાં ગેરકાયદે દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કામગીરી કરવા માટે સૂચના આપી હતી.પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આ સૂચનાનો અમલ કરવાના બદલે દબાણ કરનારા સામે કુણા વર્તન દાખવી રહ્યાં હોવાનું ફરી એક વાર બહાર આવ્યું છે.મહાનગર પાલિકાના વરાછા ઝોન-એમાં ડુંભાલ-મગોબ ખાતે આવેલ બ્લોક નં.78ના ફાઈનલ પ્લોટ નં. આર-22 ઇડબલ્યુએસ આવાસ માટે અનામત રાખવામાં આવ્યો હતો.આ પ્લોટ પર ગેરકાયદેસર રીતે પે એન્ડ પાર્ક ધમધમતું હતું.આ અંગે કોંગ્રેસના ર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા ફરિયાદ કરવાની સાથે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ પણ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.

મનપાની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને પે એન્ડ પાર્કના નામે ઉઘરાણીની ફરિયાદ બાદ આજે વરાછા ઝોન-એ દ્વારા અંતે પ્લોટ પર ચાલતા પે એન્ડ પાર્કના નામે કરવામાં આવતા ઉધરાણા બંધ કરવાની સાથે જમીનનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.પાલિકાના વરાછા ઝોને અનામત પ્લોટનો કબજો તો લઈ લીધો હતો પરંતુ આ પ્લોટ પર ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કોઈ પગલાં ભર્યા નથી કે આ માટે બેદકારી દાખવનાર અધિકારીની તપાસ કરી કે તેમના વિરુદ્ધ પગલાં ભરવા જેવું કોઈ કામ કર્યું નથી.જેના કારણે પાલિકાના પ્લોટ પર પાલિકાના અધિકારીઓની મીલી ભગત માં પે એન્ડ પાર્ક ગેરકાયદી ચાલી રહ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે.

ગુજરાતમાં વ્યાજખોરો સામે મેગા ડ્રાઈવ, બે અઠવાડિયામાં 1,026 સામે ગુનો દાખલ : 635 જેલભેગા કરાયા
ગરમી અને બફારામાં ઓઈલી વાળ અને ત્વચાથી પરેશાન થઇ રહ્યાં છો? તો અજમાવો આ ટિપ્સ
સુરતમાં પોલીસની આડોડાઈથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળ્યા, રથ મંદિર પરિસરમાં જ ફર્યા
અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
ડાંગ જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ અને રેલી જાહેરસભા.
Share This Article
Facebook Email Print
Previous Article ગાડીનો ખર્ચ વધશે : 1લી જુનથી વધશે વીમા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ
Next Article ક્રૂડ પર ડયુટી હટાવવાથી અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ ફુગાવાને કાબૂમાં રાખશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up