મુંબઇ,તા.૨૩
વરૂણ ધવન એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. હાલમાં જ તેણે શશાંક ખેતાનની એક કોમેડી ફિલ્મ સાઇન કરી છે. વરૂણની છેલ્લી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩’ બોક્સ ઓફિસ પર ધારેલું પરિણામ મેળવી શકી ન હોતી. આ ફિલ્મ રૂપિયા ૧૦૦ કરોડના કલેકશન સુધી પણ પહોંચી શકી ન હોતી. વરુણ કોમેડી ફિલ્મ આસાનીથી કરી શકે છે. તેની ‘જુડવા ટુ’એ ઘણી કમાણી કરી હતી.
તેને કોમેડી એટલી બધી પસંદ છે અને તે એટલા ગંભીરતાથી લે છે કે તેને સ્ટેન્ડઅપ કોમેડિયન પર પણ ફિલ્મ કરવાની ઇચ્છા છે. તે કપિલ શર્માનો શો તેમજ અન્ય સ્ટેન્ડઅપ શો ગંભીરતાથી જુવે છે. વરૂણ ધવને શ્રીરામરાઘવની એક ગંભીર વિષયક ફિલ્મ જે ડિફેન્સ પર આધારિત અરૂણ ખેતપાલની બાયોપિક સાઇન કરી છે. આ પછી તે ફરી કોમેડી તરફ વળ્યો છે અને શશાંક ખેતાનની કોમેડી ફિલ્મ સાઇન કરી.
તેની ફિલ્મોની નિષ્ફળતાથી પણ વરુણ જિંદગીના નવા પાઠ શીખે છે. તેનું કહેવું છે કે, તેનો પરિવાર મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે અને તે અનુભવે શીખ્યો છે કે ફ્લોપ ફિલ્મોથી નિરાશ ન થતાં તેમાંથી નવો પાઠ લેવો.
વરૂણ ધવને શશાંક ખેતાનની કૉમેડી ફિલ્મ સાઇન કરી

Leave a Comment