બારડોલી : સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી પકડાયેલ ગાંજાના ગુનામાં વોંટેડ આરોપીને એસઓજી પોલીસે પલસાણા ચાર રસ્તા ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત તા-6 ફેબ્રુઆરી 2022ના રોજ પોલીસે કડોદરાના વરેલી ખાતે પટેલ નગરમાંથી 9.550 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.અને કુલ રૂ. 95,550 નો મુદ્દામાલ કબ્જે કરી કડોદરા પોલીસે ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલ એક શખ્સને વોંટેડ જાહેર કર્યો હતો.તે દરમ્યાન સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળતા તેમણે પલસાણા ચાર રસ્તા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબનો વોંટેડ આરોપી પવનકુમાર વિજયકુમાર સરોજ (હાલ રહે, વરેલી જલારામ નગર, જીતુભાઈની બિલ્ડીંગ, તા-પલસાણા, મૂળ રહે, કબીરપુરા ગામ, જી-જોનપુર, યુપી) આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો કડોદરા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


