બારડોલી : બે દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ખાતે આવેલ તળાવ નજીક નાસ્તાની લારી ધરાવતા ઇસમને ત્યાં સ્થાનિક બુટલેગર સહિત બે ઈસમ આવી સમોસા ખાધા બાદ પૈસા બાબતે રકઝક થતા થયેલી બબાલમા બુટલગરે દુકાન દારને ચપ્પુ માર્યો હતો જે ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલિસે બુટલેગર અને અન્ય ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાનો અને હાલ પલસાણા તાલુકાના વરેલી ખાતે પૂનમ ડેરીની સામે આવેલ વિકાશભાઈની બિલ્ડિંગમાંના મકાન નંબર 102 માં રહેતો બલરામ બચ્ચા ગુપ્તા (26)પોતામાં પરિવાર સાથે રહી છેલ્લા ત્રણ વર્ષથી તળાવના નજીક આશાપુરી નાસ્તા સેન્ટર નામની નાસ્તાની લારી ચલાવે છે.શુક્રવારે બપોરના સમયે 3 વાગ્યાના અરસામાં બલરામ લારી પર હાજર હતો ત્યારે દારૂ અને ગાંજો વેચતો સુભમ ફુલચંદ બર્મન અને તેનો મિત્ર બલિયા ઉર્ફે અંકિત જયેશભાઈ રાઠોડ બનેં લારી આવ્યા અને દારૂ પીધો હતો અને ત્યાર બાદ ચાર સમોસા ખાવા માગ્યા હતા સમોસા આપ્યા બાદ શુભમે “સમોસા બરાબર નથી “એમ કહી ફેંકી દીધા જે બીજા સમોસાની માગણી કરી હતી જે બાદ દુકાનદારે બીજા સમોસા આપ્યા સમોસા ખાધા બાદ “જો સોમસાના પૈસા માગશે તો જાનથી મારી નાખીસુ” એક કહી બને એ બલરામને ગાળો આપી હતી બલરામે બને ને પૈસા નહિ આપો તો કઈ નહિ પંરતુ ત્યાંથી જતા રહેવા જણાવ્યું આથી ઉશ્કેરાયેલા શુભમે લારી પરનો સામાન નીચે ફેંકી નુક્શાન કર્યું હતું.બલરામ આ બાબતે વિરોધ કરવા જતાં શુભમેં બલરામને પગમાં લાકડાનો સપાટો માર્યો હતો આટલુ જ ઓછું હોય તેમ બલરામને અપશબ્દો બોલી બાલિયા પાસેથી ચપ્પુ મંગાવી શુભમે બલરામને ચપ્પુના ઘા માર્યા જોકે બલરામે શુભમ પાસેથી ચપ્પુ ખેંચવા જતા જમણા હાથની આંગળીમાં ચપ્પુ વાગ્યો હતો ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈ દોડતા શુભમને જોઈ દુકાનદાર અને રાહદારીઓ ટોળે વળ્યાં હતા અને સુભમ અને બાલિયા ત્યાંથી ભાગી છૂટ્યા હતા એ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકના એપાર્ટમેન્ટ માંથી એક ઇસમે ઉતારી વીડિયો વાયરલ કરતા કડોદરા પોલિસ દોડતી થઈ હતી જે બાદ શનિવારની સાંજે કડોદરા પોલિસે બલરામ પાસે બને વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથધરી હતી.
વરેલીમાં જાહેરમાં બેખોફ બનેલા બુટલેગરે લારી વાળાને ચપ્પુના ઘા ઝીકયા

Leave a Comment

