બારડોલી : પલસાણા તાલુકાનાં વરેલી ખાતે BRTS ની રેલીંગ ઓળંગી રસ્તો ક્રોસ કરતા ઈસમને એક મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ કડોદરા થી સુરત તરફ જતા રસ્તે વરેલી ગામથી શરૂ થતી BRTS બસના રોડ ઉપર ઐશ્વર્યા મિલની સામેથી રેલિંગ ઓળંગી સામે જતા એક ઈસમ ને BRTS બસના રોડ ઉપર પૂરઝડપે વરેલીથી અંત્રોલી તરફ જઈ રહેલ એક મોટરસાયકલનાં ચાલકે અડફેટે લેતા રસ્તો ઓળંગી રહેલા ઈસમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત સર્જાતા લોકો દોડી આવી 108 ને જાણ કરતા તેને સુરત સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ગાડી લઈ નાસી ગયો હતો તેમજ અકસ્માતનો ભોગ બનનાર ઇસમ ઐશ્વર્યા ડાઇંગ મિલમાં શૈર્યું યાદવ ડ્રમ ખાતામાં ઇન્ચાર્જ તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે
વરેલી ખાતે BRTS ની રેલીંગ ઓળંગી રસ્તો ક્રોસ કરતા યુવાનને બાઇક ચાલકે અડફેટે લીધો

Leave a Comment

