By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વર્લ્ડ બેંક સામે હાથ ફેલાવવા મજબુર કંગાળ પાકિસ્તાન,12 અબજ ડોલરના લોનની રાહ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વર્લ્ડ બેંક સામે હાથ ફેલાવવા મજબુર કંગાળ પાકિસ્તાન,12 અબજ ડોલરના લોનની રાહ
GeneralInternational

વર્લ્ડ બેંક સામે હાથ ફેલાવવા મજબુર કંગાળ પાકિસ્તાન,12 અબજ ડોલરના લોનની રાહ

HM News
Last updated: 27/01/2021 9:12 AM
HM News
4 years ago
Share
SHARE

કંગાળ થવાની સીમા પર ઉભું પાકિસ્તા હવે વર્લ્ડ બેંક સામે પોતાના હાથ ફેલાવી રહ્યું છે.બેંક પાસેથી પાકિસ્તાનને આશા છે કે આગામી પાંચ વર્ષમાં તેને 12 અબજ ડોલરની લોન મળશે.ટ્રિબ્યુન પાકિસ્તાનના અહેવાલ મુજબ આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાનને આ સહાય મળી શકે છે.આર્થિક મુદ્દાના મંત્રી મખદૂમ ખુસરો બખ્તિયાર અને વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર નેજી બેનહસીને પાકિસ્તાન માટેની વિકાસ પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી.

હજુ સુધી વચન આપ્યું નથી
અખબારના અહેવાલમાં મુજબ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વિશ્વ બેંકે હજી સુધી કોઈ વચન આપ્યું નથી.તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના કોટા,બજેટ સહાયની જરૂરિયાત,ખાનગી ક્ષેત્રની જવાબદારીઓના આધારે 2022 થી 2026 ની વચ્ચે 12 અબજ ડોલર વર્લ્ડ બેંક આપી શકે એમ છે.IDA-19 હેઠળ પાકિસ્તાનનો ત્રણ વર્ષનો ક્વોટા 3.5 અબજ ડોલર છે.

આવતા મહિને લેવામાં આવી શકે છે નિર્ણય
અધિકારીના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બેંક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ પાસેથી પણ પાકિસ્તાનને આગામી ત્રણ વર્ષમાં 3 અબજ ડોલર મળવાની સંભાવના છે. પાકિસ્તાને વિશ્વ બેંકને અપીલ કરી છે કે તે ફક્ત કેટલાક મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે, જેનાથી જરૂરી અસર થઈ શકે.પાકિસ્તાન સાથે ચર્ચા આગામી મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે.વર્લ્ડ બેંક માને છે કે સંસાધનો અને કુશળ માનવ સંસાધનનો અભાવ એ પાકિસ્તાનના આર્થિક વિકાસનું એક મુખ્ય કારણ છે.

નબળું અર્થતંત્ર
પાકિસ્તાનની આર્થિક અર્થવ્યવસ્થા ખરાબ છે.એના નજીકના મિત્રો ચીન અને સાઉદી અરેબિયા દ્વારા તેમને આર્થિક ટેકો મળતો હોય છે.પરંતુ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના ઉગ્ર વલણથી રોષે ભરાયેલા સાઉદીએ તેમની પાસેથી 3 બિલિયનની લોન પાછી માંગી છે.આ માટે પાકિસ્તાને ચીન સામે પોતાનો હાથ ફેલાવવો પડ્યો હતો.આવતા મહિને FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની બેઠકમાં પાકિસ્તાનના ભાવિનો નિર્ણય થશે. નિષ્ફળ જશે તો પાકિસ્તાનને આર્થિક નુકસાન થઈ શકે છે.

જેલમાં સચિન વાઝેને નિર્વસ્ત્ર કરી, ગાળો આપી દબાણ આપવામાં આવે છે
સૌરવ ગાંગુલી પર બાયોપિક બનશે..!! કારણ જોહર સ્ટારકાસ્ટની શોધમાં
મોટરસાયકલ પર ચાર વર્ષ સુધીના બાળક માટે ક્રેશ હેલમેટ, સેફ્ટી હાર્નેસ ફરજિયાત
10 મોત…300 બીમાર…તબલીગી જમાતથી કોરોના ફેલાયાની હકીકત જાણી રૂંવાડા ઉભા થઇ જશે
જીવના જોખમે બાતમી આપતા ખબરીને વળતર જરુરી : હાઈકોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article ડાંગ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા
Next Article ગતિશીલ ગુજરાત : ચીખલીના પાંચ ગામોમાં ગેરકાયદે બાંધકામ મામલે તલાટીઓ TDOને પણ ગોળ ગોળ ફેરવે છે ! માહિતી છુપાવવા ગલ્લા તલ્લાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up