હિન્દુધર્મમાં એકાદશીનું ખુબજ મહત્વ રહેલું છે.વર્ષ 2021ની પ્રથમ એકાદશી એટલે કે સફલા એકાદશી 9 જાન્યુઆરી,શનિવારે એટલે કે આજે સફલા એકાદશી છે.આ એકાદશી પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે, ને સફલા એકાદશી કહેવામાં આવે છે.હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર,આ દિવસે વ્રત રાખવાથી અને શ્રી હરિની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે.
સવારે અથવા સાંજે શ્રી હરિની પૂજા કરો. કપાળ ઉપર સફેદ ચંદન અથવા ગોપી ચંદન લગાવીને શ્રી હરિની પૂજા કરો.શ્રી હરિને પંચામૃત,ફૂલો અને ફળ અર્પણ કરો.જો તમે ઇચ્છતા હોવ તો ઉપવાસ કરો અને સાત્વિક આહાર લો.આ દિવસે ગરમ કપડા અને ખોરાકનું દાન કરવું પણ શુભ છે.
શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે શ્રી હરિને ફળ અર્પણ કરો.આ પછી, 108 વાર “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.પ્રસાદ તરીકે ફળ લો.
આ એકાદશી પર કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવાની પણ જરૂર છે.
આ એકાદશીના દિવસે મસૂરની દાળ,ચણા,મધ,શાક અને લસણ,ડુંગળીના સેવનથી બચવું જોઈએ.તે સિવાય આ દિવસે કોઈ બીજાએ આપેલું ભોજન પણ ગ્રહણ ન કરવું જોઈએ.આ એકાદશીના દિવસે ભોજનમાં ફળાહારનું સેવન જ કરવું જોઈએ.
માન્યતા મુજબ આ એકાદશી પર જે માણસ આ નિયમોનું પાલન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેને જનમ-જન્માંતરના પાપથી મુક્તિ મળી જાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના શુભ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ.એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાતનું સેવન કરવાથી વ્યક્તિ વિસર્જન કરનાર જીવ તરીકે જન્મે છે.આ દિવસે જે લોકો વ્રત રાખતા નથી,તેઓએ પણ ભાતનું સેવન ન કરવું જોઈએ.