By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવતાં અનેક લોકો પરેશાન : પીએમ મોદી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવતાં અનેક લોકો પરેશાન : પીએમ મોદી
GeneralNational

વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવતાં અનેક લોકો પરેશાન : પીએમ મોદી

HM News
Last updated: 16/03/2022 5:44 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ અંગે સવાલ ઉઠાવનારા લોકોની ઝાટકણી કાઢી છે.ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતાં મંગળવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવી ગયું છે, તેથી કેટલાક લોકો ગભરાઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૫-૬ દિવસથી અમે જોઈ રહ્યા છીે કે આવા લોકો પરેશાન થઈ ગયા છે અને ફિલ્મની ટીકા કરી રહ્યા છે.તેના પર કોઈ ચર્ચા નથી કરી રહ્યું,પરંતુ તેના વિરોધી થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો બીજી બનાવી લે,પરંતુ તેને રોકવી કોઈ સમજદારી નથી.જોકે,સમાજનો એક વર્ગ આ ફિલ્મની ટીકા કરતા તેને એજન્ડા ફિલ્મ ગણાવી રહ્યો છે.
ભાજપ સાંસદોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું,જે લોકો હંમેશા અભિવ્યક્તિની આઝાદીના ઝંડા લઈને ફરે છે,તે લોકો છેલ્લા ૫-૬ દિવસથી એકદમ ગભરાઈ ગયા છે.આ ફિલ્મની તથ્યોના આધારે સમીક્ષા કરવાના બદલે તેને બદનામ કરવા લાગ્યા છે.આ ફિલ્મ વિરુદ્ધ એક આખી ઈકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે.મારો વિષય ફિલ્મ નથી, પરંતુ જે સત્ય છે,તને સામે લાવવું દેશના હિતમાં છે.તેમને એ બાબતે વાંધો છે કે જે સત્યને આટલા વર્ષોથી દબાઈને રાખ્યું હતું, તે બહાર કેવી રીતે આવી શકે છે.એવામાં સત્ય માટે ઊભા થનારા લોકો સામે જવાબદારી છે કે તેઓ આ ઈકો સિસ્ટમનો સામનો કરે.ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીર ખીણમાં ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહારનું ચિત્રણ કરાયું છે.આ નરસંહારના પગલે લાખો કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણમાંથી પલાયન કરવું પડયું હતું.

કોંગ્રેસથી કોઈ ફરિયાદ નથી, હવે હું સ્વતંત્ર અવાજ ઉઠાવી શકીશ : કપિલ સિબલ
PM મોદીના એક નિવેદનને કારણે ભારત હાર્યુ કેઇર્ન વિરુદ્ધ 1.25 અબજ ડોલરનો કેસ
બારડોલી ગ્રામ્ય પોલીસ મથક મંજૂરીના અઢી વર્ષ બાદ પણ શરૂ ન થઈ શક્યું
ગુજરાત રાજ્ય સરકારી મહામંડળે પડતર પ્રશ્નોને લઈ સરકારને રજૂઆત કરી, જાણો શું માંગ્યું
રેલો મોટો થતા હિન્દુફોબીક ઓલ્ટ ન્યુઝના સહ-સંસ્થાપકે 1 દિવસમાં 28 ટ્વિટ ડિલીટ કરી
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં કોરોનાના નવા 2568 કેસો એક્ટિવ કેસો ઘટીને 33,917
Next Article દિલ્હીમાં એક જ સ્થળ પર કિસાન મોરચાના બે જૂથોની અલગ-અલગ બેઠક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up