– એક જ દિવસમાં ACB એ ચાર અલગ અલગ કેસોમાં લાંચિયા ઝડપ્યા
– ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ રૂ.5000ની લાંચ લેતા ઝડપાયો
– સુરતમાં મિલકતની આકારણીની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ લેચા ઝડપાયો કલાર્ક
– સાબરાકાંઠામાં તલાટી કમ મંત્રીએ માંગી લાંચ
– ગાંધીનગર ખાતે નકલ કારકુન લાંચ લેતા ઝડપાયો
રાજ્યમાં હવે દિવસે દિવેસ ગુનાહિત એકમો સક્રિય થતા જોવા મળી રહ્યા છે.જેને રોકવા સતત ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.તેમ છતાં વર્ષ બદલાયું પણ લાંચિયા અધિકારીઓની સંખ્યા ઘટવાનું નામ જ નથી લઈ રહી.એક બાદ એક અધિકારીઓ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે.ત્યારે હવે તો હદ જ થઈ ગઈ.એક જ દિવસમાં ACB એ ચાર અલગ અલગ કેસોમાં લાંચિયા લોકોને ઝડપી પાડ્યા છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ કામના ફરીયાદીને હોમગાર્ડ તરીકે ફરીથી નોકરી ચાલુ કરવા સારૂ આ કામના આરોપી કલસીંગ પ્રતાપભાઈ પટેલ(ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ,લીમખેડા યુનિટ સબિન વર્ગીય)એ રૂ.10,000/- ની માંગણી કરી હતી.ત્યારબાદ થોડીક રકઝકના અંતે આરોપી રૂ.5000/- લેવા સંમત થયો હતો.જે લાંચની રકમ ફરીયાદી આપવા ન ઈચ્છતો હોવાથી તેના દ્વારા એસીબીનો સંપર્ક કરી સમગ્ર બાબત વિશે જાણ કરવામાં આવી હતી.જે બાદ એસીબીની ટીમ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફરિયાદીએ આરોપી કલસીંગ સાથે વાત કરી લાંચ સ્વીકારવા માટે શ્રી મારૂતિ નંદન ઓફશેટ એન્ડ ટેન્ટ હાઉસ ઝેરોક્ષ દુકાનની બહાર, વિશ્રામગૃહની સામે, લીમખેડા નક્કી કરવામાં આવ્યું હતું.જ્યાં એસીબીની ટીમ અગાઉથી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.જે બાદ આરોપી અને ફરિયાદી નક્કી કરાયેલા સ્થળે પહોંચ્યા હતા.જ્યાં આ કામના આરોપી કલસીંગે પંચ-૧ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.5000/- લાંચ સ્વીકારી હતી.જે બાદ એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.અને લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી ઘટનામાં પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરતમાં આ કામના ફરીયાદી જે સ્થળ પર પોતાનો વ્યવસાય કરે છે.તે મિલકતની આકારણીની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નિલેષહરેલાલ ગામીત (કલાર્ક વર્ગ-૩, આકારણી વિભાગ, વેસ્ટ ઝોન, રાંદેર, સુરત મહાનગરપાલિકા, સુરત) દ્વારા રૂ.8,૦૦૦/-ની લાંચ પેટે માંગણી કરવામાં આવી હતી.જે ફરિયાદી આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો.જે બાદ છટકું ગોઠવી ફરિયાદીને લાંચ સ્વીકારવા બોલાવવામાં આવ્યો હતો.ફરિયાદી નાગરિક દ્વારા આરોપીને રાંદેર,પાલનપુર પાટીયા,ગણેશ મંદિરની સામે,ભોલે પાન સેન્ટરની બાજુમાં જાહેર રોડ ઉપર લાંચ સ્વીકારવા બોલાવાયો હતો.જ્યાં એસીબીની ટીમ પહેલાથી જ વોચમાં હતી.જે બાદ બંન્નેએ લાંચની રકમને લઈ હેતુલક્ષી વાતચીત કર્યા બાદ નિલેશ ગામીતે ફરિયાદી પાસેથી લાંચની રૂ.8000ની રકમ સ્વીકારતા જ એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.અને તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજી ઘટનામાં નોંધાયેલી ફરિયાદ અનુસાર,સાબરકાંઠામાં આ કામના ફરિયાદીને આંત્રોલી ગામમાં તેઓના પિતાના નામની ખેતીલાયક જમીન પર એન.એ. કરવાનું હતું.જેની માટે આંત્રોલી, દોલજીવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ગેમર પટેલ (ઉ.વ.૫૩. તલાટી કમ મંત્રી, આંત્રોલી, દોલજીવાસ ગ્રામ પંચાયત, તા. તલોદ જી. સાબરકાંઠા)નો સંપર્ક કર્યો હતો.આ કામ ઓનલાઈન થતું હોવાથી તે તમામ કામ કરી આપવા માટે તલાટી કમ મંત્રીએ રૂ.1,00,000/-ની માંગણી કરી હતી.જેમાં પ્રથમ લાંચ રૂા. 5૦,0૦૦\- લીધેલા અને કામ થયા બાદ રૂા. ૧,૦૦,૦૦૦\- ની લાંચની માગણી કરેલ.જેથી ફરિયાદી પાસે આટલી મોટી રકમના હોવાથી ફરિયાદીએ પહેલાં અડધી રકમ આપવાની વાત કરતા આરોપી સહમત થયો હતો.જો કે,આરોપી લાંચની રકમ આપવા ન ઈચ્છતો હોવાથી તેના દ્વારા સાબરકાંઠા એલસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જે બાદ બે સરકારી પંચો રૂબરૂ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં લાંચ સ્વીકારી હતી.જે બાદ એસીબીએ આરોપી ગેમર પટેલની રંગેહાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોથી ઘટનામાં પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગાંધીનગર ખાતે આ કામના ફરિયાદીના પરદાદાના નામે આવેલ વાડામાં ફરિયાદી તથા તેમના પરીવારજનોના નામે વારસાઇ કરાવવાની હતી.ફરિયાદીએ આ કામના આરોપી પાસે વાડાનું વાડા પત્રક લેવા જતા આરોપી મનોજ પ્રવિણચંન્દ્ર દરજી (નકલ કારકુન (કરાર આધારીત) મામલતદાર કચેરી, કલોલ જી.ગાંધીનગર)એ ફરિયાદી પાસે વાડા પત્રક કાઢી આપવાના અવેજ પેટે રૂ.5,00/- ની લાંચ માંગી હતી.જે ફરિયાદી આપવા માંગતો ન હોવાથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.જે બાદ એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી લાંચના નાણા સ્વીકારવા મોજે મહેસૂલ શાખા, મામલતદાર કચેરી, કલોલ ખાતે પહોંચ્યો હતો.જ્યાં હેતુલક્ષી વાતચીત બાદ આરોપી મનોજે લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમે રંગેહાથ ઝડપી પાડી હતો.જે બાદ તેની પાસેથી લાંચની રકમ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમ, એક જ દિવસમાં જુદી-જુદી જગ્યાઓથી એસીબીની ટીમ દ્વારા લાંચિયા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક સમયથી એસીબી ટીમની નજર આવા લાંચિયા આરોપીઓ પર છે.જે પોતાની સત્તાનો દૂરઉપયોગ તરી સામાન્ય નાગરિકો પાસેથી લાંચની માંગણી કરતા હોય છે.જો કે, એક જ દિવસમાં ચાર લાંચિયાઓને પકડી પાડતા તમામ અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.