– જાર્મની જેવી મહાશક્તિઓ પાછળ રહી જશે
– વિયતનામ, ફિલીપાઈન્સ અને નાઈજીરિયા જેવા દેશમાં પણ ખૂબ જ વિકાસ થશે
નવી દિલ્હી : અર્થશાસ્ત્રીઓનું માનવુ છે કે, વર્ષ 2050 માં ચીન અને ભારત જેવા દેશ સુપરપાવર બની જશે અને અમેરિકા અને જાર્મની જેવી મહાશક્તિઓ પાછળ રહી જશે.આ વાતની પાછળ બેક્સિટ અને એકબીજા સાથે થઈ રહેલી તકરારથી લઈને કોરોનાના કારણે થઈ રહેલી પરેશાનીઓને પણ કારણ માનવામાં આવી રહ્યુ છે.આ વિશે PwC એ એક વિસ્તૃત અભ્યાસ કર્યો છે.જેમાં તે જોવાની કોશિશ હતી કે,આગામી 30 વર્ષ એટલે કે,વર્ષ 2050 માં ઈકોનોમિક્સ સુપરપાવરમાં કેવી રીતે બદલાઈ જશે.અભ્યાસમાં ઘણા ચોંકવાનારી વાતો સામે આવી છે.તે પ્રમાણે અમેરિકા,જાપાન અને જર્મની તે સમયમાં પોતાઓની જગ્યાઓ પરથી નીચે બેસી જશે.ચીન અને ભારત ખૂબ જ આગળ વધી જશે.બીજી એક વાત પણ અભ્યાસમાં જાણવા મળી છે તે પ્રમાણે, વિયતનામ, ફિલીપાઈન્સ અને નાઈજીરિયા જેવા દેશમાં પણ આગામી 30 વર્ષમાં ખૂબ જ વિકાસ થશે.
ચીન હજુ પણ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવી રહ્યો છે પરંતુ નિષ્ણાંતોનું માનવુ છે કે, આ દેશ આગામી વર્ષોમાં હજુ પણ આગળ નીકળી જશે.આ દેશમાં સતત નવા-નવા બિઝનેસ આવી રહ્યા છે અર્થવ્યવસ્થાને ફાયદો પણ કરાવી રહ્યા છે.ચીનના સૌથી મોટા શહેર શંઘાઈમાં વધારે નવા લોકો આવીને વેપાર શરૂ કરી રહ્યા છે.શંઘાઈમાં એક બિઝનેસ કંપનીના એડવાઈઝર અને મૂળ અમેરિકાના રહેવાસી John Pabon ના મત પ્રમાણે આ શહેરમાં વેપાર માટે ઘણી સંભાવનાઓ રહેલી છે.જોકે,ચીનમાં બિઝનેસ માટે જરૂરી છે કે,વેપારીને ચીનની ભાષા આવડતી હોવી જોઈએ.તે વગર ન તો તેને વેપારમાં અને ન તો, સોશિયલ સર્કલમાં માન્યતા મળે છે.ભારત હાલમાં અર્થવ્યવસ્થાના મામલે ત્રીજા નંબર પર છે,પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, આગામી 30 વર્ષમાં આ દેશ અમેરિકાને પછાડીને બીજા નંબર પર આવી જશ કારણ કે, ભારતમાં દર વર્ષે GDPમાં 5 ટકાનો વધારો થાય છે, જે સૌથી ઝડપથી વધારે આગળ નીકળી રહી છે.જો ભારતની આ જ તેજી રહી તો, દુનિયાભરની GDP માં 15 ટકા ભાગ હશે.અર્થ વ્યવસ્થામાં સુધારથી અહીંયાના નાગરિકોની જીવનશૈલી પણ સુધરી રહી છે,પરંતુ હજુ પણ મહિલાઓની સાથે રેપ,સ્વાસ્થ્ય સુવિધાઓ જેવી મુસીબતો આવી રહી છે.
અર્થ વ્યવસ્થાની દિશામાં 7 માં નંબર પર રહેલુ બ્રાઝીલ વર્ષ 2050 માં જર્મનીને પાછળ છોડીને પાંચમાં નંબર પર હશે.અહીંયા સુધી કે,જાપાન અને જર્મની જેવા દેશ પણ આ સાઉથ અમેરિકન દેશથી પાછળ રહ જશે.પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર હોવા છતા ભ્રષ્ટાચાર અને મોંઘવારી આ દેશની મોટી સમસ્યા છે.સાથે જ વધતી અર્થવ્યવસ્થાની સાથે તાલમેળ સાધવા માટે અહીંયા પર ટ્રેડ કોરિડોર,રેલ્વે લાઇનો અને રસ્તાઓ જેવી સુવિધાઓ પણ ઓછી છે.જોકે,આ દેશ તકનીકી રીતે ખૂબ સમૃદ્ધ છે.સ્માર્ટફોનના આગમન પહેલાથી આ દેશમાં Paypal જેવી સુવિધાઓ રહી છે.જે ATM ની સાથે કનેક્ટ થતી હતી.વર્ષ 2016માં આ દેશ મંદી સાથે સંઘર્ષ કરી રહ્યો હતો,પરંતુ હવે તે ઝડપથી તેમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.આ દેશમાં વેપાર માટે પોર્ટુગીઝ ભાષા આવડતી ખૂબ જ મદદ કરે છે